બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / એક એવી બિલાડી જે પીવે છે દારૂ!, 17 કિલો વજન, જાડોપાડો વીડિયો વાયરલ

OMG / એક એવી બિલાડી જે પીવે છે દારૂ!, 17 કિલો વજન, જાડોપાડો વીડિયો વાયરલ

Last Updated: 03:18 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના પર્મમાં એક ભારે બિલાડી મળી આવી છે, જેનું વજન નાના બાળકથી પણ વધુ હોવાનું કહેવાય છે. આ બિલાડી ખાવા પીવાની ઘણી શોખીન છે જેનો વજન 17 કિલો છે. આ બિલાડી (Cat), જેને દારૂ અને મીટ (Alcohol and Meat) જેવી વસ્તુઓ ખાવાની આદત છે.

એક એવી બિલાડી મળી છે જેનું વજન મનુષ્યના નાના બાળક કરતા પણ વધારે છે. એટલું જ નહીં આ બિલાડી દારૂ પણ પીવે છે. હકીકતમાં ખાવા-પીવાની શોખીન આ બિલાડીનું વજન 17 કિલો છે. તે પોતાના વજનના કારણે ચાલી પણ નથી શકતી એટલા માટે તેને એનિમલ વેલફેર માટે કામ કરતા એક એનજીઓએ તેનું રેસ્ક્યુ કર્યું છે.

આ મામલો રશિયાનો છે. અહીં એક હોસ્પિટલના બેસમેન્ટમાંથી બિલાડી મળી આવી છે. આ બિલાડીનું નામ ક્રોશિક છે. પોતાની સાઈઝ અને વજનના કારણે ઈન્ટરનેટ પર આ બિલાડી Monster catના નામથી ફેમસ થઈ ગઈ છે. હવે એનજીઓ બિલાડીને ડાયટ અને થેરપીથી તેને ચલાવવા માટે કામ કરી રહી છે. સારવારથી તે હવે પોતાના પગ હલનચલન કરી શકે છે.

<script async src="//www.instagram.com/embed.js"></script>

કોઈએ બેસમેન્ટમાં છોડી દીધી હતી બિલાડીને

મળતી માહિતી પ્રમાણે, બિલાડીનું નામ ક્રોશિક છે. રશિયનમાં તેનો અર્થ ટૂકડા થાય છે. આ બિલાડી રશિયાના પર્મમાં સ્થિત આવેક એક હોસ્પિટલના બેસમેન્ટમાં મળી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તે ઘણા વર્ષોથી અહીં રહેતી હતી અને કોઈએ તેને અહીં એકલી છોડી દીધી હશે. બિલાડીનો કલર સફેદ છે. એનિમલ ડોક્ટર હવે તેની તપાસ કરી રહ્યા છે. હવે વજનથી બિલાડીના હૃદય અને શરીરના અન્ય અંગો પર શું અસર થઈ છે તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

<script async src="//www.instagram.com/embed.js"></script>

સોશિયલ મીડિયા પર આ બિલાડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે

મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ બિલાડી દારૂ, જ્યુસ, મીટ, સૂપ, બ્રેડ ખાય છે. જ્યારે તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવાનો પ્રયત્ન કર્યો તો સેન્સર તેને સ્કેન ન કરી શક્યા. સોશિયલ મીડિયા પર લોકો આ બિલાડી પર પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને બિલાડીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ દુનિયાની પાંચમી સૌથી મોટી બિલાડીમાંથી એક છે.

સંકળાયેલા મુદ્દાઓ

video viral russias monster cat russia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ