વિપક્ષની મોટા ભાગની પાર્ટીઓ ભેગા મળીને આ ચોમાસાના સત્રમાં મોદી સરકારને તમામ મોરચે ઘેરવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દાઓમાં દેશની સુરક્ષા અને દેશના નાગરિકોને સ્પર્શતા તાજેતરના તમામ મુદ્દે સરકાર ઉપર પ્રશ્નો પૂછવા માટે વિપક્ષ ભેગું થવા જઈ રહ્યું છે.
વિપક્ષની અલગ અલગ પાર્ટીના નેતાઓ આ અઠવાડિયાના અંત સુધીમાં એક મિટિંગ કરવા જઈ રહ્યા છે જ્યાં તેઓ સંસદમાં કેવી સ્ટ્રેટેજી રાખવી છે તે મુદ્દે ચર્ચા કરશે. નોંધનીય છે કે ચોમાસા સત્રની શરૂઆત 14 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે.
આ નેતાઓ પહેલા પણ મળી ચુક્યા છે
તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, શિવ સેનાના ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેને હમણાં સોનિયા ગાંધી સાથે NDA સિવાયના મુખ્યમંત્રીઓની બેઠક યોજી હતી. આ વખતે પણ આ પક્ષો સંસદમાં ટીમ વર્ક કરવા જઇ રહ્યા છે.
ડાબેરી પક્ષ પણ જોડાવા જઈ રહ્યો છે
CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ રવિવારે કહ્યું હતું કે જોઈન્ટ ઓપોઝિશન સ્ટ્રેટેજી બની રહી છે અને આ મુદ્દે જલ્દી જ એક બેઠક યોજાવા જઈ રહી છે.
CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી
કયા કયા મુદ્દે સરકારને ઘેરવા જઈ રહ્યા છે વિપક્ષો?
ચીનમાં LAC ઉપર પૂર્વ લદ્દાખમાં વધી રહેલો તણાવ
કોરોના વાયરસના જોખમી રીતે વધી રહેલા કેસની સંખ્યા
ફેસબુકનું ભાજપના નેતાપ પ્રત્યેનું કુણું વલણ અને તેની કથિત સાંઠગાંઠ
કોરોના કાળમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને NEET જેવી પરીક્ષાઓનું આયોજન
આ સત્રમાં Question Hourને કાઢી નાખવાનો નિર્ણય
અર્થતંત્રમાં નબળાઈ
GDPનો ઐતિહાસિક કડાકો
બેરોજગારી
પર પ્રાંતીય કામદારોનો પ્રશ્ન
મંદીમાં રાજ્યોને મળવા પાત્ર GST કોપેન્સેશન
કયા સમયે ચાલશે લોકસભા અને રાજ્યસભા?
એવું માનવામાં આવે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના પગલે ચોમાસા સત્રનો પહેલો દિવસ મોકૂફ રાખવામાં આવશે. બીજા દિવસથી કોરોનાની ગાઇડલાઇન્સ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાને રાખીને સવારે 9 થી 1 રાજ્યસભા અને સાંજે 3 થી 7 લોકસભાનું સેશન ચાલશે.