બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Monsoon season freezes in Gujarat due to active Western Disturbance System

મુસીબતનું માવઠું / અમદાવાદ, ગાંધીનગર સહિત આજે મહેસાણામાં મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર અને ઉત્તર-દ. ગુજરાત માટે હજુ 3 દિવસ આકરાં

Malay

Last Updated: 09:34 AM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

 

  • અમદાવાદમાં વરસાદની આગાહી
  • મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી
  • અમદાવાદમાં વાદળછાળું વાતાવરણ

અમદાવાદ સહિત રાજ્યભરમાં માહોલ બદલાઈ ગયો છે. રાજસ્થાન ઉપર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસાની ઋતુ જામી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસાપાસના વિસ્તારમાં ફેલાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ગુજરાતમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય તેમ માર્ચ મહિનામાં પણ અષાઢ મહિનાની જેમ સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભરઉનાળે માવઠું થઇ રહ્યું છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે.

આજે અમદાવાદમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે. તો ગાંધીનગર અને મહેસાણામાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વાદળછાળું વાતાવરણ રહેશે. આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહીં થાય, અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Cloud of danger over Gujarat: Mavtha has increased the problem in so many taluks today, see where and how much it rained

ગાજવીજ અને પવન સાથે વરસી શકે વરસાદ
રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાત પર
સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે, પૂર્વ રાજસ્થાન અને તેને સંલગ્ન પશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યમાં હજુ વરસાદી માહોલ રહેવાનો છે. આના કારણે જગતના તાતની હાલત વધુ કફોડી બનવાની છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain News metrology department unseasonal Rain in Gujarat કમોસમી વરસાદ ગુજરાત હવામાન વિભાગ હવામાન વિભાગ Unseasonal rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ