ચોમાસું / ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન હજી બાકી, હવામાન વિભાગની સતત નજર

Monsoon Rain in Gujarat

એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતને વાયુ વાવાઝોડાએ ચગડોળે ચડાવ્યું હતું છેવટે તેની અસર નાબૂદ થતાં તેની આડઅસરરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગઇ કાલે શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પરંતુ હજુ પણ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી. સ્થાનિક હવામાન વિભાગ કહે છે હજુ નૈઋત્ય ચોમાસું ત્રણ ચાર દિવસ બાદ કોંકણ ગોવા પહોંચશે ત્યાર બાદ મુંબઇથી આગળ વધી દ‌.ગુજરાત તરફ વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ