બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:41 PM, 18 September 2024
ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદની કોઇઆગાહી નથી. માત્ર નહીંવત વરસાદ જોવા મળી શકે છે..
ADVERTISEMENT
ક્યાં સુકુ વાતાવરણ - ક્યાં નહીવત વરસાદની આગાહી ?
હવામાન ખાતાએ કચ્છમાં સુકા વાતાવરણની તેમજ સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં બે દિવસ છુટો છવાયો વરસાદ રહેશે અને ત્યારબાદ વાતાવરણ સુકુ રહેશે તેમ જણાવ્યું છે. દક્ષિણ ગુજરાત માટે હવામાન ખાતાએ જણાવ્યુછે કે દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટા પર વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
સામાન્ય કરતા આટલો વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધી 973 એમએમ વરસાદ સાથે સામાન્ય કરતા 44 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 871 મિલીમીટર વરસાદ નોંધાયોછે જે સામાન્ય કરતા 71 ટકા વધારે છે.. જ્યારે ગુજરાત રિજ્યનમાં સામાન્ય કરતા 26 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હાલ કોઇ વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે કહ્યું છે આ સંજોગોમાં હવે જો કોઇ સિસ્ટમ બને તો જ સપ્ટેમ્બર મધ્યમાં વિદાય લેતું ચોમાસું થોડુ મોડુ વિદાય લે બાકી હવે ચોમાસું વિદાય લેશે.
આ પણ વાંચોઃ ખરો ભાદરવો હવે! ગુજરાતમાં બફારાવાળી હવામાન વિભાગની આગાહી, અહીં ગાજવીજના એંધાણ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.