બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચોમાસામાં ખતરનાક બીમારીઓનો વધી જાય છે ખતરો, આવી રીતે કરો ખુદનો બચાવ

Health Tips / ચોમાસામાં ખતરનાક બીમારીઓનો વધી જાય છે ખતરો, આવી રીતે કરો ખુદનો બચાવ

Last Updated: 08:16 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં મચ્છર, બદલાયેલા વાતાવરણ સહિતના કારણોસર લોકો વધુ બીમાર પડતા હોય છે. જો તમારે આ ઋતુમાં બીમારીથી બચવું હોય તો કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ.

ચોમાસાની ઋતુમાં લોકો મોટી સંખ્યામાં બીમાર પડતા હોય છે. જેમાં લોકો ડેન્ગ્યુ, મેલેરિયા, ખાંસી, ટાઈફોઈડ, સ્કિન એલર્જી, ચિકનગુનિયા જેવી અનેક ગંભીર બીમારીઓનો શિકાર થતો હોય છે. ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની ઘટનાઓ વધી જતી હોય છે. આથી આપણે આપણા શરીરની સારસંભાળ રાખવી જરૂરી છે. ખાવા પીવાની આદત સુધારવી જોઈએ. ચોમાસામાં શરીરને તંદુરસ્ત રાખવા નીચે જણાવેલી બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ.

આહાર

ચોમાસાની ઋતુમાં જો તમારે બીમાર ના પડવું હોય તો આહાર પર ખૂબ ધ્યાન આપવું. ગરમ ગરમ ખાદ્ય પદાર્થ ન ખાવો. તમે તેની જગ્યાએ ગરમ પીણાં પી શકો છો. આ સિવાય માપનો ગરમ હોય તેવો ખોરાક ખાવો. પાણી વધારે પીવું.

1

ઊંઘ

ચોમાસાની ઋતુમાં પૂરતી ઊંઘ લેવી. નહીં તો તમે આ ઋતુમાં અપૂરતી ઊંઘના કારણે બીમાર પડી શકો છો. જો તમે ઊંઘનો સમયગાળો વધારો છો તો સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક સાબીત થઇ શકે છે.

કસરત

આ ઋતુમાં કસરત કરવી ખૂબ જરૂરી છે. ચોમાસામાં તમે બાસ્કેટબોલ, બેડમિંટન, યોગ, વોકિંગ જેવી કસરતથી હેલ્થી રહી શકો છો.

હાઈઝીન

વરસાદની ઋતુમાં હાઈઝીન ખૂબ મહત્વની બાબત છે. શરીરને સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે. સાથે આસપાસના વિસ્તારમાંથી પણ ગંદકી દૂર કરવી જોઈએ. નહીં તો બીમાર પડી શકો છો.

શરીર ગરમ રાખો

જો તમારે આ ઋતુમાં બીમાર ના પડવું હોય તો શરીરને ગરમ રાખો. આ માટે તમે ગરમ કપડાં પણ પહેરી શકો છો. જેથી ગરમી શરીરમાં જ રહે છે.

2

વરસાદના પાણીથી બચો

ચોમાસામાં વરસાદના પાણીથી તમે બીમાર પણ પડી શકો છો. આથી તમારે ચોમાસામાં વધારે પલળતા બચવું જોઈએ. બાળકોને પણ આવું કરતા રોકવા જોઈએ.

ઘરનું વાતાવરણ

સ્વસ્થ્ય રહેવા માટે ઘરનું વાતાવરણ શરીરને અનુકૂળ રાખવું જરૂરી હોય છે. ઘરમાં સફાઈ જાળવો અને વાતાવરણ ઠંડુ રાખવાનો પ્રયાસ કરો.

3

કપડાં

ચોમાસામાં કપડાંનું પણ ધ્યાન રાખો નહીં તો તમે બીમાર પડી શકો છો. કપડાં પલળી ગયા હોય તો તરત જ તેને બદલી દેવા જોઈએ. નહીં તો બીમાર પડી શકો છો.

દવાઓ

જો તમારે કોઈ દવા ચાલતી હોય તો તેને લેવાનું ક્યારેય ન ભૂલો, તેનું નિયમિત રીતે સેવન કરો. જો તમારી તબિયત ખરાબ થાય તો તુરંત ડૉક્ટર પાસે જાઓ.

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Disease Monsoon Tips બીમારી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ