બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / monsoon 2020 rain in Gujarat weather forecast alerts
Kavan
Last Updated: 09:50 PM, 21 August 2020
ADVERTISEMENT
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા સેવાઇ રહી છે.
હવામાન વિભાગે જાહેર કર્યું અલર્ટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં લો પ્રેશર સર્જાયુ છે અને તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આ કારણસર જ આખા ગુજરાત રાજ્યને આ બે દિવસ ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે.
રાજકોટમાં આજી નદી ગાંડી બની
રાજકોટમાં રામનાથ વિસ્તારમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને અધિકારઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને લોકોના બચાવ કાર્યમાં લાગી ગયા છે. લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે. હજુ શનિ-રવિ બે દિવસ ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ અલર્ટ છે જેને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે.
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપને કારણે પૂરના પાણી આવતા ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક રામનાથ મંદિર પણ આ પાણીને કારણે ડૂબી ગયુ હતું. (1/2) #RajkotRain @CMOGuj @vijayrupanibjp @CP_RajkotCity @smartcityrajkot pic.twitter.com/oshPERLnnx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 21, 2020
રાજ્યમાં અત્યાર સુધી 88.55 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી 88.55 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ સરેરાશ 16 ઇંચ વરસાદ પડ્યો છે. અને અત્યાર સુધી સરેરાશ 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 52 તાલુકામાં સરેરાશ 40 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 118 તાલુકાઓમાં સરેરાશ 20થી 40 ઇંચ વરસાદ અને 77 તાલુકાઓમાં સરેરાશ 10થી 20 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે 4 તાલુકાઓમાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદની આશંકા
આગાહી મુજબ ઉત્તરગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની આશંકા છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે 25 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. બીજી તરફ ભારે વરસાદની સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરી છે..
સુરતમાં જળ બંબાકાર
સુરતમાં ખાડી પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. પાંડેસરા GIDCમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. GIDCમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. પાંડેસરાના નાગસેનનગર, પ્રેમનગર, સીતાનગરમાં પાણીમાં ભરાવો થયો છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.