Team VTV08:16 PM, 29 Aug 20
| Updated: 08:23 PM, 29 Aug 20
ગીર સોમનાથમાં છેલ્લા 48 કલાકમાં 7 યુવાનો ડુબ્યા છે જેને પગલે ગીરસોમનાથ પંથકમાં હાહાકાર મચી ગયો છે. 7માંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 4ની હજુ શોધખોળ ચાલુ છે.
ગીર સોમનાથના ઉનામા 48 કલાકમા 7 યુવાનો ડુબ્યા
દ્રોણેશ્વર કોઝવે પર એક, દેલવાડા કોઝવે પર એક
ગુદાળા ગામે હાથીયા નદીમાં એક યુવક ડૂબ્યો
ગીર સોમનાથના ઉનામા 48 કલાકમા 7 યુવાનો ડુબ્યા હોવાના દુખદ સમાચાર આવ્યા છે જેને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ક્યાં ક્યાં ડુબ્યા યુવાનો
દ્રોણેશ્વર કોઝવે પર એક, દેલવાડા કોઝવે પર એક યુવક ડૂબ્યા હતા જ્યારે ગુદાળા ગામે હાથીયા નદીમાં એક યુવક ડૂબ્યો હતો. માઢ ગામે રૂપેણ નદીમાં એક સાથે 3 યુવકો તણાયા હતા. સૈયદરાજપરાના દરીયામાં પણ એક યુવક ડૂબ્યો છે. અત્યાર સુધી 7 પૈકી 3 યુવકોના મૃત્યુ ડુબી જવાથી મોત થયા છે જ્યારે 4ની શોધખોળ ચાલુ છે.
ગઈ કાલે પણ ગીર સોમનાથમાં યુવક તણાયો
ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો. જેના લીધે જિલ્લાની મચ્છુન્દ્રી નદીમાં પાણી બે કાંઠે વહી રહ્યું છે. હાલમાં આ નદીના પાણી મુખ્ય રસ્તાને જોડતા કોઝ વે ઉપરથી પસાર થઈ રહ્યાં છે, ત્યારે આજે એક યુવક આ કોઝ વે પસાર કરતા નદીના પાણીમાં તણાઈ ગયો હતો જેને લઈને તંત્રે શોધખોળ હાથ ધરી હતી. નદીના પાણી કોઝ વે ઉપરથી નીકળી રહ્યાં છે અને લોકો પાસે મુસાફરી માટે બીજો કોઈ વિકલ્પ નથી.