monkeypox virus spreading after corona spread in 15 countries will it become an epidemic
BIG NEWS /
કોરોના બાદ વિશ્વમાં નવા વાયરસનો ફફડાટ: 15 દેશોમાં ફેલાઈ ચુક્યો છે, શું આ નવી મહામારીના છે ભણકારા ?
Team VTV10:59 AM, 23 May 22
| Updated: 11:00 AM, 23 May 22
કોરોનાનો કહેર હજૂ દુનિયામાં શાંત થયો નથી, ત્યાં વધુ એક વાયરસ લોકોને ડરાવી રહ્યો છે. તે છે મંકીપોક્સ વાયરસ. ઈઝરાયલ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા મંકીપોક્સની પુષ્ટિ કરનારા નવા દેશો છે.
કોરોના બાદ દુનિયામાં નવા રોગની એન્ટ્રી
મંકીપોક્સ નામનો વાયરસ 15 દેશોમાં ફેલાયો
WHOએ કહી છે આ વાત
કોરોનાનો કહેર હજૂ દુનિયામાં શાંત થયો નથી, ત્યાં વધુ એક વાયરસ લોકોને ડરાવી રહ્યો છે. તે છે મંકીપોક્સ વાયરસ. ઈઝરાયલ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા મંકીપોક્સની પુષ્ટિ કરનારા નવા દેશો છે. તેની સાથે જ પ્રકોપના રિપોર્ટ કરનારા દેશોની કુલ સંખ્યા 15 થઈ ગઈ છે. ઈઝરાયલ અને સ્વિટઝર્લેન્ડ બંને દેશે કહ્યું કે, તેમણે એક સંક્રમિત વ્યક્તિની ઓળખાણ કરી છે, જેણે હાલમાં જ વિદેશ યાત્રા કરી હતી. ઈઝરાયલ અન્ય સંદિગ્ધ કેસની તપાસ કરી રહ્યુ છે. ભારતમાં પણ આ નવી અને દુર્લભ બિમારીને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ બિમારીને લઈને નિષ્ણાંતો પણ પોતાનો મત રજૂ કરી રહ્યા છે.
દુનિયાના ક્યા વિસ્તારોમાં આ બિમારી છે સામાન્ય
મંકીપોક્સ લોકોની વચ્ચે સરળતાથી નથી ફેલતો અને બિમારી ખાસ કરીને હળવી છે. મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દૂરના ભાગોમાં આ વાયરસ સૌથી વધારે સામાન્ય છે. યુરોપ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ 80થી વધારે કેસની પુષ્ટિ થઈ છે. આ પ્રકોપે વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પણ મોટી સંખ્યામાં લોકોમાં તેનું જોખમ હળવુ થઈ જાય છે. યુકેના રાષ્ટ્રીય સેવા અનુસાર, મોટા ભાગના લોકો જેને આ વાયરસથી સંક્રમિત છે. તે થોડા અઠવાડીયામાં જ સારા થઈ જાય છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, આ બિમારી મહામારી નહીં બની શકે
આ વિશે રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર ફેબિયન જણાવ્યું હતું કે, એવું મુશ્કેલ લાગી રહ્યું છે કે આ રોગચાળો વધુ લાંબો સમય ચાલશે. આ બીમારીના મામલાઓમાં આસાનીથી આઈસોલેટ થઈ શકાય છે. વેક્સીન પણ મંકીપોક્સને અસર ઘણો ઓછો કરી શકે છે. પરંતુ WHOના યૂરોપીયન ચીફ આ મંકીપોક્સને મામલાને લઈને વધુ ચિંતત છે.તેમનું માનીએ તો યૂરોપનામાં લોકો વધુ પાર્ટી એટેન્ડ કરી,અને ગરમીમાં વેકેશનમાં મનાવવા ગયા તો આ બીમારી વધુ ફેલાવવાની સંભાવના છેતમારી જાણકારી માટે જણાવી દઈએ કે, યુરોપીયન દેશોમાં મંકીપોક્સના પહેલો કેસ 7મે સામે આવ્યો હતો.જેમાં તે શખ્સ નાઈજીરીયાથી આવ્યો હતો. મંકીપોક્સના મોટા ભાગના કેસો આફ્રિકાના દેશોમાં મળી આવ્યાં છે. જ્યાં 2017માંથી કેસોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ ચિંતાજનક એ છે કે, હવે આ રેસમાં યુરોપ પણ સામેલ થઈ ગયું છે.
શું છે મંકી પોક્સના લક્ષણો
મંકીપોક્સના લક્ષણોની વાત કરીએતો મંકીપોક્સથી સંક્રમિત થયાના પાંચ દિવસની અંદર તાવ, માથું દુખવું, સોજો, પીઠનો દર્દ, માંસપેશીયોમાં દર્દ અને થાક જેવા લક્ષણો દેખાવાના શરૂ થશે.મંકીપોક્સ શરૂઆતમાં ચિકન પોક્સ, ખસરા અથવા ચેચક જેવો દેખાઈ છે. તાવ આવ્યા બાદ એક થી ત્રણ દિવસબોદ ત્વચા પર તેની અસર દેખાવવાની શરૂ થઈ જાય છે. શરીર પર દાણા નીકળી આવે છે.આ દાણા જખમ જેવા દેખાઈ છે.જે જાતે સૂકાઈને ખરી પડે છે.
હાલ ભારત મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી
અત્યાર સુધી ભારતમાં મંકીપોક્સનો એક પણ શંકાસ્પદ દર્દી નથી. તેથી અમને તેમાં બહુ જોખમ નથી. જો કે, હજુ પણ સાવચેતીની જરૂર છે. નિષ્ણાતો માને છે કે યુરોપ અને ઉત્તર અમેરિકામાં મંકીપોક્સના કેસ ઝડપથી કેવી રીતે વધ્યા તેની માહિતી મેળવ્યા પછી જ તેઓ કંઈક કહી શકશે.