ઉત્તર પ્રદેશમાં ચોરોએ ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. વાસ્તવમાં વાનરોને વ્યકિતના સૌથી નિકટ માનવામાં આવે છે, જે ઇશારાને ઝટથી સમજી જાય છે. એવામાં ચાલક ચોર હવે વાનરોની ઉપયોગ ચોરીની ઘટના માટે કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. કાનપુરના આ વીડિયોમાં દેખાય છે કે ટોલ પ્લાઝા પર એક વાંદરો આવે છે અને બૂથની અંદર જઇને 8 સેકન્ડમાં નોટોનું બંડલ ઉપાડીને ભાગી જાય છે. જ્યાં સુધી ટોલ પ્લાઝાનો કર્મચારી કંઇ સમજે તે પહેલા જ ચોરી કરી જાય છે.
કાનપુર દેહાત સ્થિત બારાજોડ ટોલ પ્લાઝાની સમગ્ર ઘટના છે. જ્યાં બુધવારે કાનપુર તરફથી આવેલી એક કાર ટોલ પ્લાઝા પર ઊભી રહે છે. તેમાંથી એક વાનર બહાર નીકળે છે અને સીધો ટોલ પ્લાઝાના કર્મચારી કેબિનમાં દાખલ થાય છે. આ પહેલા કે કર્મચારી કઇ સમજે તે પહેલા વાનર નોટોનું બંડલ ઉઠાવીને કેબિન બહાર નીકળી જાય છે. તે કારમાં ઘુસવાનો પ્રયાસ કરે તે પહેલા ડ્રાઇવર ઘક્કો મારીને તેને ભગાડી દે છે. છતાં તે બંડલ લઈને રફુચક્કર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે જે નોટનું બંડલ હતુ તે 5000નું હતુ.
વાનરની આ સમગ્ર કરતૂત ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જાય છે. ટોલ કર્મી જ્યારે કાર ચાલકને વાનર વિશે પૂછે છે ત્યારે તે કહે છે તે તેને નથી ખબર આ ક્યાંથી આ વાનર આવ્યો છે. ભારે બોલાચાલી બાદ કાર ચાલક ત્યાંથી રવાના થઈ જાય છે.