બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 2 લાખનો મોંઘો મોબાઈલ ઉઠાવીને વાંદરો ચઢી ગયો બાલ્કનીમાં, 'લાંચ' લીધા બાદ ફેંક્યો નીચે
Last Updated: 08:52 PM, 16 March 2025
વાંદરા બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે જોકે ક્યારેક તેમને ખોરાક મળતો નથી આથી તેમણે બુદ્ધિનો ઉપયોગ કરીને ભોજન મેળવવું પડતું હોય છે. યુપીના વૃંદાવનમાં એક મસ્તીખોર વાંદરાનો ઉપદ્રવ સામે આવ્યો હતો જેમાં તે એક શખ્સના હાથમાં સેમસંગનો મોંઘો મોબાઈલ તફડાવીને ધાબાની પારી પર ચઢીને બેસી ગયો હતો. આ દરમિયાન જેનો મોબાઈલ ગયો તે તો રડવા જેવો થઈ ગયો હતો, મોબાઈલ કોઈ દશ-વીસ હજારનો નહોતો પરંતુ 2 લાખની આસપાસ હતો.
ADVERTISEMENT
યુક્તિપૂર્વક મોબાઈલ પાછો લેવાયો
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વાયરલ વીડિયોમાં વાંદરો બાલ્કનીમાં બેઠો છે, અને તેના હાથમાં ફોન છે, ત્રણ માણસો ફ્રુટીના પેકેટની ઓફર કરીને મોબાઈલને પાછો લેવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ વાંદરો નમતું જોખવાનો ઈન્કાર કરે છે ઘણી વાર સુધી આવી રીતે વાટાઘાટો ચાલુ રહી હતી આખરે એક જણે બુદ્ધિ વાપરી અને ફ્રૂટીનું પેકેટ ઉછાળતાં વાંદરાએ તે ઝીલી લીધું હતું અને બદલામાં મોબાઈલ નીચે ફેંક્યો હતો, જે ત્યાં ઉભેલા લોકોએ કેચ કરી લીધો, આ રીતે શખ્સને તેનો મોંઘો મોબાઈલ પાછો મળી ગયો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મોબાઈલ ચોરનાર વાંદરાનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન થઈ ગયા છે. ઘણા લોકોએ વાંદરાઓની ચાલાક યુક્તિઓ પર મજાક ઉડાવી છે, અને નોંધ્યું છે કે તેઓએ ફોન અને ચશ્મા જેવી કિંમતી વસ્તુઓ ચોરી કરવાની ચાલાક રણનીતિ વિકસાવી છે, અને પછી ખોરાકના બદલામાં ચોરેલી વસ્તુઓ પાછી આપે દે છે. ઘણા લોકોએ આ ચાલાક વાંદરાઓ સાથેના પોતાના અનુભવો પણ શેર કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.