બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમમાં પૈસા થશે ડબલ, માત્ર 1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ
Last Updated: 06:06 PM, 19 June 2024
જો તમે લોંગ ટર્મ માટે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો આ ખબર તમારા માટે છે. તમે એક સરકારી યોજનામાં રોકાણ કરી પૈસા ડબલ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ યોજનામાં 10 વર્ષમાં પૈસા ડબલ થઇ જાય છે. પોસ્ટ ઓફિસની યોજનામાં લાખો લોકો રોકાણ કરે છે. બીજી મહત્વની બાબત એ છે કે, અહીંયા રોકેલા પૈસા ક્યારેય ડૂબતા નથી હંમેશા સેફ રહે છે.
ADVERTISEMENT
આપણે અહીંયા જે પોસ્ટ ઓફિસની યોજનાની વાત કરીએ છીએ તેનું નામ કિસાન વિકાસ પાત્ર છે. આ યોજનામાં મોટા ભાગે 7 ટકા વ્યાજ મળે છે. કેટલાક કિસ્સામાં ઓછુ વળતર પણ મળી શકે છે. કિસાન વિકાસ પત્રમાં તમે 1000થી પણ ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવાની મેક્સિમમ કોઈ મર્યાદા નથી. અહીંયા 9 વર્ષ 7 મહિનામાં મતલબ કે 115 મહિનામાં પૈસા ડબલ થતાં હોવાથી દેશના લાખો લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ હવે ઘરે બેઠાં જ લઇ શકશો કાર-બાઇક સર્વિસની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
આ યોજનામાં રોકાણ કરવા 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. 10 વર્ષના સગીરનું પણ એકાઉન્ટ પણ ખોલી શકાય છે. જેમાં તેના ગાર્ડિયન ખાતુ ખોલાવી શકે છે. ખાતું સગીરનું હોય પને તેની દેખરેખ વાલીએ રાખવાની હોય છે. કિસાન વિકાસ પત્રમાં ત્રણ લોકોનું પણ જોઇન્ટ ખાતું ખોલી શકાય છે. દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં આ યોજનાનો લાભ લઈ શકાય છે. તેમાં ઇન્કમ ટેક્સમાં પણ રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.