બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લોન લીધા બાદ પાડોશીએ પૈસા નથી ચૂકવ્યાં, તો બેંક તમને પણ લોન આપવા પર કરી શકે છે ઇન્કાર!
Last Updated: 05:50 PM, 5 August 2024
શું તમે જાણો છો કે જો તમારો પાડોશી લોન લીધા પછી અને ડિફોલ્ટ કર્યા પછી બેંકોને પૈસા પરત ન કરે તો બેંકો તમને લોન આપવાનો પણ ઇનકાર કરી શકે છે. સાંસદમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ આ મુદ્દાને લઇ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ જવાબ આપવાની વારી આવી હતી. જાણો તમારી પાસે આવું બને તો તમે શું કરશો.
ADVERTISEMENT
2-3 ડિફોલ્ટરની કિંમત આખા ગામને ચૂકવવી પડે છે
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોલાપુર (મહારાષ્ટ્ર)ના સાંસદ પ્રણિતી સુશીલકુમાર શિંદેએ સંસદમાં એક મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રીય બેંકોએ ઘણા ગામોને દત્તક લીધા છે. પરંતુ એક જ ગામમાં 2-3 ડિફોલ્ટર થાય તો આખા ગામને તેની કિંમત ચૂકવવી પડે છે. બેંકો ગામના બાકીના લોકોને લોન આપવાનો ઇનકાર કરે છે, જેમાં ખેડૂતો અને યુવાનો પણ સામેલ છે. જો હું ડીએમને ફરિયાદ કરું તો તે કહે છે કે તે મારા નિયંત્રણમાં નથી. તે આરબીઆઈના નિયંત્રણ હેઠળ છે. આવી સ્થિતિમાં ઘણા ગામોના લોકો લોન મેળવી શકતા નથી. તો શું આ અંગે કંઈ કરવામાં આવશે?
ADVERTISEMENT
જાણો નાણામંત્રીએ શું કહ્યું
વિપક્ષના સવાલ પર નાણામંત્રીએ બેંકોનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બાબત બેંકોના કામ કરવાની રીતમાં બંધબેસતી નથી. પરંતુ જો કોઈ વિસ્તારમાં આવું થતું હશે તો હું તેને ખૂબ જ ગંભીરતાથી લઈશ. મુદ્રા લોનનું વિતરણ આ રીતે થતું નથી. બેંકો આમ કરી શકતી નથી. હું નિશ્ચિતપણે કહી શકતી નથી કે આવું થશે. પણ જો આવું થઇ રહ્યુ હશે તો આ વિષયમાં તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.
બેંક નિષ્ણાંતો એ શું જણાવ્યુ
બેંકો આ રીતે કામગીરી નથી કરતી. જો આવો કિસ્સો સામે આવ્યો હોય તો તે વ્યક્તિગત ધોરણે થઈ કદાચ થયો હોય, પરંતુ તમામ લોકો સાથે આ પ્રકારે ના થાય. સામાન્ય રીતે બેંકો આવું કરતી નથી. SBIના બ્રાન્ચ મેનેજર પણ આવું જ કહે છે. તેમણે કહ્યું કે હાલમાં આવો કોઈ મામલો મારા ધ્યાન પર આવ્યો નથી અને દરેક વ્યક્તિની વ્યક્તિગત સ્થિતિ અનુસાર લોનનું વિતરણ નક્કી કરવામાં આવે છે. એક વ્યક્તિની ભૂલની સજા દરેકને ન આપી શકાય.
વધુ વાંચોઃ VIDEO : ઢાકાથી ભાગીને ભારત આવ્યાં બાંગ્લાદેશના PM શેખ હસીના, હવે અહીંયા જવા રવાના
બેંકોની ફરિયાદ ક્યાં કરી શકાય
જો કોઇ બેંક વગર કારણે તમને લોન આપવાની ના પાડે અને સમસ્યાનું સમાધાન એક મહિનાની અંદર ન કરે તો આ બાબતની ફરિયાદ આરબીઆઇના લોકપાલ પાસે કરવામાં આવે છે. રિઝર્વ બેંકએ સામાન્ય લોકોને ઓનલાઇન ફરિયાદની સુવિધા પણ આપી છે. જેમાં તમારે https://rbi.org.in/Scripts/Complaints.aspx પોર્ટલ પર જવાનું રહેશે. જ્યા માંગેલ જાણકારીઓ ભર્યા બાદ તમે ફરિયાદની માહિતી ભરી શકશો. આરબીઆઇ આ બાબતે ફ્રિમાં અને સખ્ત પગલાં ભરીને તમારી ફરિયાદનું સમાધાન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.