બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / money heist web series mumbai dombivli bank robbery

ભેજાબાજ / Money Heist જોઈ મેનેજરને આવ્યો આઈડિયા, પોતાની જ બેન્કમાંથી ઉડાવી લીધા 34 કરોડ

Arohi

Last Updated: 12:10 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં એક મેનેજરે વેબ સિરીઝ જોયા બાદ પોતાની જ બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો અને તે પોતાના પ્લાનમાં સફળ પણ થયો અને 34 કરોડ રૂપિયાની ચોરી કરી.

  • વેબ સિરીઝ મની હાઈટ્સ જોઈ મેનેજરને આવ્યો આઈડિયા 
  • પોતાની જ બેન્કમાં કરી 34 કરોડની ચોરી 
  • પોતાની પાછળ એક પણ પુરાવો ના છોડ્યો 

જ્યારે તમે મની હાઈટ્સ વેબ સિરીઝનું નામ સાંભળો છો ત્યારે સૌથી પહેલા મનમાં શું આવે છે. સ્વાભાવિક છે કે બેંક, લૂંટ, ચોરીની યોજના અને અઢળક પૈસા છે. જો કે આ વેબ સિરીઝ માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો એવા છે જે ફિલ્મો અને વેબ સિરીઝ જોઈને જ ગુના કરવાની યોજના બનાવે છે. 

આવું જ કંઈક મુંબઈમાં જોવા મળ્યું. અહીં એક બેંક મેનેજરે પોતાની બેંકમાંથી 34 કરોડ રૂપિયા ઉડાવી લીધા અને કોઈ પુરાવા છોડ્યા નહીં, પરંતુ તમે સાંભળ્યું જ હશે કે અપરાધી ગમે તેટલો હોશિયાર હોય એક દિવસ તો પકડાઈ જ જાય છે. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી બેન્કમાં કરી રહ્યો હતો જોબ 
આરોપીનું નામ અલ્તાફ શેખ છે. તે મુંબઈના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ICICI બેંકમાં કેશ કસ્ટોડિયન મેનેજર તરીકે કામ કરતો હતો. એક વર્ષ પહેલાં જ્યારે તેણે મની હેઇસ્ટ વેબ સિરીઝ જોઈ, ત્યારે તેણે ઝડપથી અમીર બનવા માટે પોતાની બેંકની તિજોરી લૂંટવાની યોજના બનાવી. તે બેંકમાં કામ કરતો હતો એટલે તેને ત્યાંની બધી જ ખબર હતી. તેથી તેણે એક યોજના બનાવી. તેમાં પોતાના મિત્રોને પણ સામેલ કર્યા.

બેન્કની સિક્યોરિટીની ખામિઓ વિશે જાણકારી મેળવી 
તેણે સૌપ્રથમ બેંકની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓનો અભ્યાસ કર્યો અને લૂંટ માટે જરૂરી સામગ્રી એકઠી કરી. તેણે 9 જુલાઈ, રજાના દિવસે બેંકનું એલાર્મ બગાડ્યું, સીસીટીવીની તમામ હાર્ડ ડિસ્ક કાઢી નાખી અને તિજોરીમાંથી 34 કરોડ રૂપિયા લૂંટી લીધા. તેણે બધી રકમ AC ડક્ટના કાણાના માધ્યમથી બેન્કની બિલ્ડિંગના પાછળના બાંધેલા એક તિરપાલ પર ફેંકી દિધા. 

મિત્રોને પણ સાથે જોડ્યા 
પૈસા ઉપાડી લીધા બાદ તેણે બેંકના વરિષ્ઠ અધિકારીઓને સીસીટીવી ડીવીઆર ગાયબ હોવાની જાણ કરી હતી. આ પછી તિજોરીના પૈસાની તપાસ માટે એક ટીમને બેંકમાં બોલાવવામાં આવી હતી. બેંકની તપાસ ચાલી રહી હતી ત્યારે તેણે બેંકની તિજોરીમાંથી ચોરાયેલા 34 કરોડમાંથી 12 કરોડ તેના ત્રણ મિત્રો કુરેશી, અહેમદ ખાન અને અનુજ ગીરીને આપ્યા હતા. આ પછી તેણે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ લખાવી.

આરોપીની ધરપકડ 
જોકે, પોલીસે લાંબા સમય સુધી આ મામલે તપાસ કરી અંતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે અઢી મહિના બાદ બેંકના કેશ કસ્ટોડિયન મેનેજર અલ્તાફ શેખની પણ પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે 9 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Web Series bank robbery  money heist બેન્ક રોબરી મની હાઈટ્સ Bank Robbery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ