બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મહેનત પછી પણ નથી ટકતા પૈસા, તો અજમાવો આ વાસ્તુ ઉપાય, નહીં રહે રૂપિયાની તંગી

Vastu Tips / મહેનત પછી પણ નથી ટકતા પૈસા, તો અજમાવો આ વાસ્તુ ઉપાય, નહીં રહે રૂપિયાની તંગી

Last Updated: 04:53 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર એ એક પ્રાચીન વિજ્ઞાન છે જે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ લાવે છે.

Vastu Tips for Money: દરેક વ્યક્તિ સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવવા માંગે છે, પરંતુ ક્યારેક જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો વાસ્તુ દોષનું કારણ બની જાય છે. જેના કારણે વ્યક્તિના હાથમાં પૈસા નથી રહેતા. કેટલાક ઉપાય કરવાથી આર્થિક પરેશાની દૂર થઇ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં ધન પ્રાપ્તિના ઉપાય

વાસ્તુશાસ્ત્ર એ એક પ્રાચીન વિજ્ઞાન છે જે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ લાવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે આ પાંચ તત્વો - જળ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વીનું સંતુલન જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. જો આ પાંચ તત્વો સંતુલિત ન હોય તો, વ્યક્તિને સખત મહેનત કર્યા પછી પણ પરિણામ મળતું નથી. પૈસો આવે છે, પણ હાથમાં રહેતા નથી. જેના કારણે વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૈસાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

પૈસાની સ્થિરતા માટેના ઉપાય

જ્યોતિષશાસ્ત્રના મતે ધનની સ્થિરતા માટે વ્યક્તિએ લીલા રંગનું પર્સ રાખવું જોઈએ અને તેમાં થોડા પૈસા રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા હાથમાં રાખવા માટે, વ્યક્તિએ લીલા રંગની પેનથી જ લેખન અને વાંચનનું કામ કરવું જોઈએ. અથવા તમે જે પણ લેખન કાર્ય કરો છો તે લીલા રંગની પેનથી જ કરો.

kichan.jpg

આર્થિક સમૃદ્ધિ માટે કરો આ સરળ ઉપાય

આર્થિક લાભ માટે તમારે તમારા રસોડામાં મીઠાના બે ડબ્બા રાખવા જોઈએ, જેમાંથી એક હંમેશા મીઠું ભરેલું હોવું જોઈએ.

આ પણ વાંચોઃ મહાકાળી માતાનું અનોખું મંદિર, વર્ષમાં એક વખત સીધી થાય છે મૂર્તિની ગરદન, જાણો રોચક કથા

આ ઉપાયથી વધશે નાણાનો પ્રવાહ

અઠવાડિયામાં એક કે બે વાર તમારા આહારમાં દહીં અને ભાત લો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. આર્થિક સમૃદ્ધિ અને ધનની સ્થિરતા માટે વ્યક્તિએ દરરોજ સ્વચ્છ ધોયેલા કપડા પહેરવા જોઈએ અને પાછલા દિવસના કપડાનું પુનરાવર્તન ન કરવું જોઈએ.

આર્થિક લાભ માટે વાસ્તુ ઉપાયો

આર્થિક લાભ મેળવવા માટે રવિવાર સિવાય દરરોજ પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો પ્રવાહ વધે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra vastu tips for money Vastu Tips for Money luck
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ