બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ડેબિટ કાર્ડ વગર જ ATMમાંથી નિકળશે રૂપિયા, QR કોડથી પૈસા ઉપાડવાની જાણો પ્રોસેસ
Last Updated: 10:25 PM, 3 November 2024
જો તમે એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો પરંતુ અકસ્માતે એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે આ પદ્ધતિઓ દ્વારા પૈસા ઉપાડી શકો છો. એક સમય હતો જ્યારે લોકોને રોકડની જરૂર પડતી તો તેઓને રોકડ ઉપાડવા બેંકમાં જવું પડતું હતું, પરંતુ સમયની સાથે બધુંજ બદલાઇ ગયું છે.. હવે ભાગ્યે જ કોઇ એવું હશે જે પૈસા ઉપાડવા બેંકમાં જતું હશે.
ADVERTISEMENT
મોટાભાગના લોકો પોતાની જરૂરીયાતની રોકડ એટીએમ કાર્ડની મદદથી નજીકના કોઇપણ એટીએમ સેન્ટર પર જઇને ઉપાડી લે છે. પરંતુ ઘણીવાર એવું બને કે એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા હોઇએ અને સાથે કેશ પણ ન હોય. આવા સમયે આપ એટીએમ કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકો છો. આ માટે આપે શું કરવું તે ચાલો બતાવીએ
એટીએમમાં જતાની સાથે જ તમારે કેશ વિડ્રોના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમને સ્ક્રીન પર UPI નો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કર્યા પછી નીચે QR કોડ દેખાશે. તમારા મોબાઈલમાં UPI એપ ખોલીને તમારે QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ પછી તમારે તે રકમ દાખલ કરવી પડશે જે તમે એક સમયે 5000 રૂપિયા સુધી દાખલ કરી શકો છો, પછી તમારે UPI પિન દાખલ કરવો પડશે અને પ્રોસિડ પર ક્લિક કરવું પડશે. આ પછી તમે એટીએમ કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો.
ADVERTISEMENT
આ સિવાય જે બેંકમાં તમારું ખાતું છે. તમે તે બેંકની એપ દ્વારા પણ પૈસા ઉપાડી શકો છો. આ માટે, તમારો મોબાઇલ નંબર તમારા બેંક ખાતામાં નોંધાયેલ હોવો જરૂરી છે. બેંકની એપમાં તમને ATM કેશ વિડ્રોઅલનો વિકલ્પ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.