બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / VIDEO : 'મોનાલિસાના ડાયરેક્ટરને દારુ પછી તરત છોકરી જોઈએ છે', સનોજ મિશ્રા પર ગંભીર આરોપ
Last Updated: 10:35 PM, 17 February 2025
મહાકુંભ'ની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાએ તેમની આગામી ફિલ્મ ડાયરી ઓફ મણિપુરમાં સાઈન કરી છે પરંતુ હવે સનોજ મિશ્રા પર ગંભીર આરોપ લાગ્યાં છે. ત્યાં સુધી કહેવાયું છે કે મોનાલિસાનો ડાયરેક્ટર સનોજ મિશ્રાને દારુ પછી તરત છોકરી જોઈએ, તે દારુબાજી અને છોકરીબાજ છે એવા આરોપ લાગ્યાં છે. ફિલ્મ નિર્માતા જીતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફે વસીમ રિઝવીએ કહ્યું કે મને મોના લિસા અને તેના પરિવાર માટે ખૂબ જ દુ:ખ થાય છે, તેઓ સરળ લોકો હતા. અમે પણ કુંભમાંથી તેના વાયરલ ફોટા જોયા હતા, પરંતુ સનોજ મિશ્રા જેવા દિગ્દર્શક તેના ઘરે પહોંચ્યા અને તેણીને તેના વિશે કંઈ ખબર પણ ન પડી અને તેણે તેની પુત્રીને તેને સોંપી દીધી.
ADVERTISEMENT
જીતેન્દ્ર નારાયણ સિંહે શું દાવા કર્યાં
ADVERTISEMENT
જીતેન્દ્ર નારાયણ સિંહે દાવો કર્યો છે કે સનોજ મિશ્રાની કોઈ પણ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. તે અતિશય દારૂ પીવે છે. તે ફિલ્મના સેટ પર નશામાં પણ આવ્યો હતો. તેણે ત્યાંની મહિલા સ્ટાફ સાથે પણ ગેરવર્તન કર્યું. વસીમ રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે સનોજ મિશ્રા દારૂ પીધા પછી છોકરીઓ ઇચ્છે છે.
ફાઇનાન્સર વગર ફિલ્મ કેવી રીતે બનશે?
વસીમ રિઝવીએ આરોપ લગાવ્યો કે 'સનોજ મિશ્રા પાસે કોઈ ફાઇનાન્સર નથી. તેની પાસે પૈસા નથી, તો પછી તે ફિલ્મ કેવી રીતે બનાવી રહ્યો છે? મણિપુર ડાયરી ક્યારેય નહીં બને, આ ફક્ત તે છોકરીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી રહ્યો છે. વસીમ રિઝવીએ કહ્યું કે જો મોનાલિસાના પરિવારને સનોજ મિશ્રા વિશે ખબર હોત તો તે ક્યારેક તેમની પુત્રીને તેમની સાથે ન મોકલેત. ફિલ્મ બનાવવા માટે પૈસાની જરૂર પડે છે. હવે કોઈ સનોજ મિશ્રા પર પૈસા રોકવા તૈયાર નથી. જે ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે તેનું શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે? તેનું બજેટ ક્યાં છે? બજારમાંથી પૈસા ઉછીના લઈને તે ભાગી ગયો છે. આજે પણ તમને કોઈ એવું નહીં મળે જે તેના પર બે પૈસા પણ રોકાણ કરવા તૈયાર હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.