બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 01:35 PM, 2 March 2022
ADVERTISEMENT
યુક્રેન પર રશિયાના હુમલાને લઈને અમેરિકા અને પશ્ચિમી દેશો ભલે રશિયા અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ મોર્ચો ખોલી રહ્યા હોય. પણ કેટલાય દેશો એવા પણ છે, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રશિયા સાથે અથવા તો મોસ્કોનું સમર્થન કરી રહ્યા છે. પુતિનના સહયોગીઓની વાત કરીએ તો, પહેલુ નામ બેલારૂસના રાષ્ટ્રપતિ Alexander Lukashenko નું આવે છે. જેમણે હુમલાની જાહેરાત થતાં જ પોતાની સરહદો પુતિનની ટેંકો માટે ખોલી દીધી હતી. આ તમામની વચ્ચે બેલારૂસના રાષ્ટ્રપતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેનું પ્રસારણ સરકારી ટીવી પર ચેનલો પર થયું હતું. આ વીડિયોના હવાલેથી કહેવાય છે કે, યુક્રેનને ફતેહ કર્યા બાદ રશિયા અને પુતિનનો આગામી ટાર્ગેટ મોલ્દોવા હોય શકે છે.
ADVERTISEMENT
Lukashenko at the meeting of the Security Council showed a map and details of the placement of combat units and said that #Ukraine planned to attack Belarus. That's why he launched missile strikes. Pro-regime propaganda says that #Belarus is under threat from Ukraine pic.twitter.com/EXY6ukZTg0
— Hanna Liubakova (@HannaLiubakova) March 1, 2022
પુતિનનો નેક્સ્ટ પ્લાન/ આગામી ટાર્ગેટનો ખુલાસો
એક ઓનલાઈન પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીની લડાઈમાં બેલારૂસ ડાયરેક્ટ સામે આવ્યું નથી. પણ હાલમાં જ યુક્રેનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, તેમના દેશ વિરુદ્ધ યુદ્ધમાં બેલારૂસ ખુલીને મેદાનમાં આવી ગયું છે. બેલારૂસની 300 ટેંકોની તૈનાતી સાથે તેમના લડાકૂ વિમાન પણ આ બાજૂ ચક્કર લગાવી રહ્યા છે. આ જ કારણે લાગી રહ્યું છે કે, બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેંકોએ સંક્તો આપ્યા છે કે, પુતિનની સેના આગામી તબક્કામાં મોલ્દોવામાં હુમલો કરવાની તૈયારીમાં છે.
રોડમેપ દ્વારા રણનીતિ જણાવી
હકીકતમાં જોઈએ તો, અલેક્ઝેંડર લુકાશેંકોએ પોતાના સુરક્ષા અધિકારીઓ સાથે મહત્વની બેઠક દરમિયાન તેમણે એક રોડ મેપ બતાવતા પોતાની રણનીતિ જાહેર કરી હતી. આ દરમિયાન તે મિલિટ્રી ઓપરેશંસની ચર્ચા કરી રહ્યા છે. આ નક્શામાં રશિયા, બેસારૂસ, યુક્રેન અને અમુક યુરોપિય દેશોની સરહદો અને સેન્ટર્સ પર ટાર્ગેટ લગાવ્યા છે. લુકાશેંકો એક સ્ટિક દ્વારા એક એક પોઈન્ટને બ્રિફ કરી રહ્યા છે. આ એ તમામ જગ્યાઓ છે, જ્યાં રશિયાના સૈનિકોની કાર્યવાહી કરી ચુક્યા છે અને સતત આગળ વધતાં જઈ રહ્યા છે. તેમાં નોર્થ ડાયરેક્શનથી કીવ તરફ અને ક્રીમિયાખી ખેરસોન તરફ મુવમેંટ દેખાઈ રહી છે.
શું આ ભૂલથી પુતિન ખુલ્લા પડી ગયા
વીડિયોમાં તેમણે એક હુમલા સાથે જોડાયેલ નિશાન પણ દેખાડ્યું હતું. જેમાં હજૂ રશિયાની એરફોર્સ અથવા થલસેનાએ ટાર્ગેટ કર્યું નથી. આ દરમિયાન ઓડેસાના પોર્ટ સિટીથી મોલ્દોવા તરફ ઈશારો કરતા કંઈક ચર્ચા કરતા દેખાયા હતા, જેનાથી એવું અનુમાન લગાવી શકાય છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેનના પાડોશી દેશોમાં પણ પોતાનો સૈનિકોને માર્ચ કરાવાનું મન બનાવી લીધું છે. જો કે, એ અલગ વાત છે કે, યુક્રેનની ફૌઝી અને ત્યાંના લોકો રશિયાને બરાબરની ટક્કર આપી રહ્યા છે. હુમલાના સાત દિવસ બાદ પણ રશિયાને કોઈ ખાસ્સી સફળતા મળી નથી. કારણ કે, આ મીટિંગ લાઈવ થઈ રહી હતી, એટલા માટે પુતિનના નેક્સ્ટ પ્લાનનો ભાંડાફોડ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ શાંતિનું પગલું / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.