બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:02 PM, 10 December 2024
હિન્દુ પંચાંગમાં 15-15 દિવસના બે પક્ષ હોય છે, જેને કૃષ્ણ પક્ષ એન શુક્લ પક્ષ કહેવામાં આવે છે. આ બંને પક્ષોમાં એક-એક એકાદશી હોય આવે છે, જેને ખૂબ શુભ માનવામાં આવે છે. આમાંથી માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષમાં આવતી એકાદશીને અતિ શુભ દરજ્જો આપવામાં આવી શક્યો છે. કહેવાય છે કે આ દિવસે વ્રત રખવા અને ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની પૂજા કરવાથી મોક્ષ મળે છે. આ કારણ છે કે અને ઘણી વાર મોક્ષદા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો 'મૌના એકાદશી' કે મૌન અગિયારસ' પણ કહે છે. આ દિવસ પૂર્વજોની પૂજા માટે શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
મોક્ષદા એકાદશી તિથિ 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર, આ વર્ષે મોક્ષદા એકાદશી તિથિ 11 ડિસેમ્બરે સવારે 3.42થી શરૂ થઈને 12 ડિસેમ્બર રાત 1.9 વાગ્યા સુધી રહેશે. આ મોક્ષદા એકાદશીનું વ્રત 11 ડિસેમ્બરે રાખવામાં આવશે. સંયોગથી આ દિવસે વારિયન યોગ બની રહે છે, જે સાંજે 6.45 વાગ્યા સુધી રહેશે. એટલે આ શુભ મુરતમાં પૂજા કારવની સર્વશ્રેષ્ઠ ફળ મેળવી શકો છો.
મોક્ષદા એકાદશી પર કેવી રીતે કરવી પૂજા?
મોક્ષદા એકાદશીના દિવસે તમારે સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્ય ક્રિયા પૂરી કરીને સ્નાન કરવું. આ પછી, ઘરના મંદિરની સામે એક સ્ટૂલ મૂકો, તેના પર એક સ્વચ્છ કપડું ફેલાવો અને ત્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકો. આ બાદ શ્રી હરિને પીળા રંગનું વસ્ત્ર અર્પિત કરીને તેમણે અક્ષત-રોલીનું તિલક કરવું. પછી તેમણે પીળા રંગની મીઠાઈ અને ફળ ચઢાવવા. આ બાદ એકાદશી વ્રતની કથા સાંભળીને વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો જાપ કરો.
વધુ વાંચો: ધૈર્ય રાખજો નહીંતર ધંધો પડી ભાંગશે, આ જન્મ તારીખવાળા લોકો માટે આજનો દિવસ અશુભ
श्री विष्णु महामंत्र
श्री विष्णु भगवते वासुदेवाय मंत्र
ॐ नमोः भगवते वासुदेवाय॥
ऊँ नमो भगवते वासुदेवाय
विष्णु गायत्री मंत्र
नारायणाय विद्महे. वासुदेवाय धीमहि.
तन्नो विष्णु प्रचोदयात्.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.