બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:03 PM, 1 August 2024
SSC MTS Registration 2024: સ્ટાફ સિલેક્શન કમિશનની MTS ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. ખાલી જગ્યાઓની સંખ્યા વધીને 9583 થઈ ગઈ છે.સ્ટાફ સિલેક્શન કમિશનની MTS ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અરજદારોને અરજી કરવા માટે તક મળી રહેશે. આ ભરતી માટે 3 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકાશે.
ADVERTISEMENT
અગાઉ જારી કરાયેલી નોટિસ મુજબ MTSની કુલ 4887 જગ્યાઓ પર ભરતી થવાની હતી. હવે તે વધારીને 6144 કરવામાં આવી છે. હવાલદારની પોસ્ટની સંખ્યામાં કોઈ ફરક પડ્યો નથી. આ પોસ્ટ્સ હજુ પણ માત્ર 3439 છે. આમ હવે SSST, MTS અને હવાલદારની કુલ પોસ્ટની સંખ્યા 9583 થઈ ગઈ છે જે અગાઉ 8326 હતી. ઉમેદવારો હવે આટલી બધી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ માટે SSC વેબસાઇટ ssc.gov.in પર જઇને વધુ માહિતી મેળવી શકે છે.
ADVERTISEMENT
અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી જે હવે વધારીને 3જી ઓગસ્ટ કરવામાં આવી છે. હવે તમે આવતા શનિવાર સુધી ફોર્મ ભરી શકશો. પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, ડીવી રાઉન્ડ અને મેડિકલ રાઉન્ડના આધારે કરવામાં આવશે. ફિટનેસ ટેસ્ટ માત્ર હવાલદાર પદ માટે જ હશે.
વધુ વાંચો : IPO ખુલ્યા પહેલા જ ગ્રે માર્કેટમાં પ્રિમીયમ 100%ને પાર, કમાણી કરવા આવતીકાલથી કરી શકો રોકાણ
અરજી કરવાની ફી 100 રૂપિયા છે. આ જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે છે. બાકીની આરક્ષિત શ્રેણીઓએ ફી ભરવાની જરૂર નથી. હજુ પરીક્ષાની તારીખ આવી નથી. 18 થી 27 વર્ષની વયના 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અન્ય વિગતો અને અપડેટ્સ માટે વેબસાઇટની મુલાકાત લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.