બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 03:36 PM, 15 May 2019
વૈશાખ શુક્લ એકાદશીને મોહીની એકાદશી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે એકાદશીનું વ્રત રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વખતે મોહીની એકાદશી 15 મે છે.
ADVERTISEMENT
માન્યતા છે કે માતા સીતાના વિરહના દુ:ખથી ભગવાન શ્રી રામે અને મહાભારતમાં યુદ્ધિષ્ઠિરે પોતાના દુ:ખથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ વિધાન સાથે કર્યું હતું. આ વ્રત રાખનાર વ્યક્તિએ દશમીથી જ નિયમોનું પાલન કરવું જોઇએ. મોહિની એકાદશીનું માહાત્મ્ય ખબુ જ અનેરું છે. દશમી તિથિએ એકટાણું કરવું જોઇએ. બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન કરવું જોઇએ.
ADVERTISEMENT
આ રીતે કરો એકાદશી વ્રત અને પૂજા
એકાદશીના વ્રતના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કર્યા બાદ વ્રતનું સંકલ્પ લેવું જોઇેએ. ત્યારબાદ લાલ વસ્ત્ર પર કળશની સ્થાપના કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. દિવસમાં વ્રત કરનારે મોહિની એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઇએ. રાત્રીના સમયે શ્રી હરિનું સ્મરણ કરતા, ભજન કીર્તન કરતા જાગરણ કરવું જોઇએ. દ્વાદશીના દિવસે એકાદશી વ્રતનું પારણું કરવું. વ્રત રાખતા સમયે ક્યારેય કોઇનું ખરાબ ન વિચારવું નહીં તો વ્રતનું ફળ મળતું નથી. આ દિવસે કોઇપણ ભૂખ્યા માણસને જમાડવો જોઇએ. અને ભોજનની સામગ્રીનું દાન કરવું જોઇેએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.