રાજકારણમાં ગરમાવો / 'દીદીની ચિંતામાં વધારો': અમિત શાહની મુલાકાત પહેલા RSS સુપ્રીમો મોહન ભાગવત પશ્ચિમ બંગાળની મુલાકાતે

mohan bhagwat west bengal visit before amit shah

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓને લઇને ભાજપ હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાતે જઇ રહ્યાં છે. જો કે તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત આજથી બે દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચી રહ્યાં છે. ઓગસ્ટ 2019 પછી મોહન ભાગવતની આ 5મી પશ્ચિમ બંગાળ મુલાકાત હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ