બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed siraj becomes the number 1 ranked odi bowler in the world

ક્રિકેટ / સિરાજનું રાજ: ICC રેન્કિંગમાં તમામ ખેલાડીઓને પછાડી બન્યો નંબર વન, કરિયરમાં પહેલીવાર કર્યો આવો કમાલ

Premal

Last Updated: 06:00 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ સિરાજ પોતાની કારકિર્દીમાં પહેલી વખત વન-ડે પ્લેયર રેન્કિંગમાં નંબર 1 ક્રમાંકે પહોંચ્યા છે.

  • મોહમ્મદ સિરાજ બન્યાં વર્લ્ડ નંબર 1 બોલર
  • ભારતીય ટીમ માટે વન-ડેમાં ડેબ્યુ કર્યા બાદ શાનદાર બોલિંગ કરી
  • સિરાજે 20 મેચમાં અત્યાર સુધી 37 વિકેટ લીધી

સિરાજ વન-ડે પ્લેયર રેન્કિંગમાં નંબર 1 ક્રમાંકે પહોંચ્યાં 

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આઈસીસી મેન્સ વનડે પ્લેયર રેન્કિંગમાં બોલરની યાદીમાં નંબર-1નુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સિરાજે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય ટીમ માટે વન-ડેમાં ડેબ્યુ કર્યા બાદ શાનદાર બોલિંગ કરી છે. સિરાજે 20 મેચમાં અત્યાર સુધી 37 વિકેટ લીધી છે અને સતત ઘાતક બોલિંગ કરી રહ્યાં છે. 

સિરાજનો મેન્સ વન-ડે ટીમ ઑફ ધ ઈયરમાં સમાવેશ કરાયો

28 વર્ષના સિરાજનો મંગળવારે આઈસીસી મેન્સ વન-ડે ટીમ ઑફ ધ ઈયરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિરાજે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેજલવુડ અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને પછાડીને નંબર વનનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. છેલ્લાં 12 મહિનામાં સિરાજનુ ફોર્મ શાનદાર તો રહ્યું છે, પરંતુ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે આ મહિનાની શરૂઆતમાં ઘરમાં વન-ડે સીરીઝમાં ઘાતક બોલિંગ કરી છે.

શ્રીલંકા સામે વન-ડે સીરીઝમાં નવ વિકેટ લીધી 

સિરાજ પોતાની કારકિર્દીમાં પહેલી વખત આઈસીસી મેન્સ વનડે પ્લેયર રેન્કિંગમાં નંબર 1 પર પહોંચ્યા છે. તેમણે શ્રીલંકા સામે ત્રણ મેચની વન-ડે સીરીઝમાં નવ વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેમણે ન્યુઝીલેન્ડ સામે પહેલી વન-ડેમાં ચાર વિકેટ લીધી હતી. સિરાજ વર્ષ 2022માં વન-ડેમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

ICC Men's ODI Player Rankings ICC rankings Mohammed Siraj મોહમ્મદ સિરાજ mohammed siraj
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ