બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 19માં માળેથી કૂદવાનો હતો આ ભારતીય દિગ્ગજ ક્રિકેટર, મિત્રએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, ફેન્સ ચોંકી ઉઠ્યાં
Last Updated: 12:21 PM, 24 July 2024
ટીમ ઈન્ડિયાના ધાકડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના મિત્ર ઉમેશ કુમારે એક ચોંકાવનારો ખુાસો કર્યો છે. ઉમેશનું કહેવું છે કે શમીએ થોડા વર્ષો પહેલા આત્મહત્યા કરવા વિશે વિચાર્યું હતું. જણાવી દઈએ કે શમીની પર્સનલ લાઈફ સ્ટ્રેસપૂર્ણ રહી છે. કારણ કે પત્ની હસીન જહાંએ તેમના સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
તેમણે શમી પર એક પાકિસ્તાની મગિલા પાસેથી પૈસા લઈને મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે શમીને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શમી તે મુશ્કેલ સમયમાં ઉમેશના ઘરમાં રહેતા હતા. પાકિસ્તાનની સાથે ફિક્સિંગના આરોપોએ તેમને અંદરથી તોડી નાખ્યા હતા.
ADVERTISEMENT
આત્મહત્યા કરવા માંગતા હતા શમી
ઉમેશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, "ન્યૂઝમાં આવ્યું કે શમી આત્મહત્યા કરવા માંગતા હતા. આખરે શું વાત હતી. શમી દુનિયા છોડવા માંગતા હતા. તે દિવસે સવારે 4 વાગ્યાનો સમય હતો. હું ત્યારે પાણી પીવા માટે ઉઠ્યો. મારી બોટલમાં પાણી પુરૂ થઈ ગયું હતું તો હું ઉઠીને કિચનની તરફ ગયો. મેં જોયુ કે શમી બાલકનીમાં ઉભા છે."
વધુ વાંચો: ગોલમાલ 5 માટે ફેન્સ તૈયાર થઇ જાય, રોહિત શેટ્ટીએ આપી લેટેસ્ટ અપડેટ, કહ્યું 'સિરીઝ તો...'
"હું 19માં ફ્લોર પર રહેતો હતો. હું સમજી ગયો કે શું થઈ રહ્યું છે તે રાત્રે શમી માટે મુશ્કેલીની રાત રહી. તેમના પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. શમીએ તે રાત્રે એખ વાત કહી હતી. શમીએ કહ્યું કે મને તુ મારી નાખ. સજા આપ કે ફાંસી આપી દો, હું દરેક વસ્તુ માટે તૈયાર છું. પરંતુ પાકિસ્તાનની સાથે ફિક્સિંગનો આરોપ સહન નહીં થાય."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.