બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇંગ્લેન્ડની હવે ખેર નહીં, T20 સિરીઝ પહેલા જ શમીએ આપી દીધી ચેતવણી, જુઓ Video

ક્રિકેટ જગત / ટીમ ઇંગ્લેન્ડની હવે ખેર નહીં, T20 સિરીઝ પહેલા જ શમીએ આપી દીધી ચેતવણી, જુઓ Video

Last Updated: 10:12 AM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટિમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સાથે થઈ શકે છે, ભારતીય ટીમ પહેલા 5 મેચની વનડે સીરિઝ રમશે. મોહમ્મદ શમી આશરે 14 મહિના પછી આ સિરિઝથી ટીમમાં પરત ફરશે. 22 જાન્યુઆરીથી શરૂ થનારી આ સીરિઝ પહેલા તેણે ઈંગ્લેન્ડને ચેતવણી આપી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સીરિઝ યોજાવાની છે. તેની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે, જેના માટે હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ સીરિઝમાં ઝડપી બોલર મોહમ્મદ શમી લગભગ 14 મહિના પછી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. શમીએ પહેલી જ મેચથી જ આગ લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે એક વીડિયો શેર કરીને ઇંગ્લેન્ડ ટીમને ચેતવણી આપી છે.

શમી પૂરી રીતે તૈયાર

જ્યારે પણ મોહમ્મદ શમી કમબેક કરે છે તે વિકેટો ઝડપે છે. ઘણી વખત તેનો નમૂનો રજૂ કર્યો છે. તેનો દરેક બોલ આગ ઓકે છે તેથી, ઇંગ્લેન્ડની ટીમે તેનાથી સાવધ રહેવું પડશે. શમીએ સોશિયલ મીડિયા પર આ અંગે તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કિટ બેગમાં રાખેલા ઘણા જૂતા સાથે જોવા મળે છે. તે આ જૂતા સાફ કરી રહ્યો છે અને તેણે કહ્યું કે, " પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે, મેચ મોડ ચાલુ છે અને હું ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાવા માટે તૈયાર છું."

ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે ફિટનેસના લીધે BCCI મેડિકલ ટીમે તેણે ટીમમાંથી બાકાત કર્યો હતો ત્યારે તે ફરી પોતાનું સ્થાન ટીમમાં મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે અને બમણા ઉત્સાહ સાથે અને જોશ આક્રમક રીતે રમશે તો ઈંગ્લેન્ડની ટીમને આ સીરિઝ ભારે પડી શકે છે.

વધુ વાંચો: 7 ઇનિંગ્સમાં 752 રન..., આજે થશે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનું એલાન, થઇ શકે છે આ દમદાર ખેલાડીની એન્ટ્રી

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝ પછી 3 મેચની ODI સીરિઝ રમશે. આ સીરિઝ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરવાનો છેલ્લો મોકો હશે. તેથી, ટીમના બધા ખેલાડીઓ તેમાં રમતા જોઈ શકાય છે. જોકે, ભારતે હજુ સુધી વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી બંને માટે ટીમની જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર, આ માટેની ટીમની જાહેરાત 18 જાન્યુઆરી, શનિવારના રોજ થઈ શકે છે. શમીના તેમાં હોવાની પૂરી આશા છે. તે ટીમનો એક મહત્વપૂર્ણ બોલર છે અને તેણે ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા બતાવી છે. હવે તેણે ફક્ત પોતાની મેચ ફિટનેસ સાબિત કરવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Champions Trophy Mohammed Shami BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ