moeen ali got virat kohli out in the match between rcb and csk
IPL 2022 /
ફરી એકવાર કોહલીની નબળાઈ સામે આવી, મોઈન અલીનો બોલ એવો ફર્યો કે છક થઈ ગયો વિરાટ
Team VTV12:25 PM, 05 May 22
| Updated: 12:26 PM, 05 May 22
આરસીબી અને સીએસકે વચ્ચેની મેચમાં મોઈન અલીએ એવો બોલ નાંખ્યો કે કોહલી તેને સમજી ન શક્યો અને માત્ર 30 રન બનાવીને જ આઉટ થઇ ગયો.
મોઈન અલીએ કર્યો વિરાટ કોહલીને આઉટ
પિચ પર ટપ્પો ખાતા જ 7 ડીગ્રી સુધી ફર્યો બોલ
કોહલીએ બાનાવ્યા હતા માત્ર 30 રન
મોઈન અલીએ કર્યો વિરાટ કોહલીને આઉટ
IPL 2022ની 49મી મેચમાં સીએસકે સામે વિરાટ કોહલીએ માત્ર 30 રન જ બનાવ્યા. મોઈન અલીએ પોતાના મિસ્ટ્રી બોલને પિચ પર એવો નચાવ્યો કે વિશ્વનો આ દિગ્ગજ બેટ્સમેને શોટ રમવા માટે જેવું બેટ આગળ કર્યું તેવો જ ક્લિન બોલ્ડ થઇ ગયો. આઉટ થયા બાદ વિરાટ ઘણો નિરાશ જોવા મળ્યો, મોઈને જે બોલ પર કોહલીને આઉટ કર્યો હતો, તે બોલ પર પિચ પર ટપ્પો ખાતા જ 7 ડીગ્રી સુધી ફર્યો, બેટ્સમેન આવા મિસ્ટ્રી બોલને સંભાળી જ ન શક્યો અને આઉટ થઇ ગયો. જણાવી દઈએ કે સ્પિનર મોઈને કોહલીને બધા જ ફોર્મેટમાં મળીને આ 11મી વાર આઉટ કર્યો હતો. આનો સીધો અર્થ છે કે કિંગ કોહલી બોલર અલી સામે ઘણા નબળા જોવા મળ્યા.
Life nowadays,
wake up,watch Virat Kohli failing again, Cry in pain, repeat! 💔 pic.twitter.com/td58p3DCFt
આમ તો ગઈ મેચમાં કોહલીએ અડધી સદી ફટકારી હતી. આવામાં જ્યારે ચેન્નાઈ સામે કોહલીએ પોતાની ઇનિંગ શરુ કરી, તો આશા હતી કે કોઈ મોટું કારનામું કરશે, પરંતુ આમ બન્યું નહીં. આમ તો કોહલીએ પોતાની 30 રનની ઇનિંગ દરમિયાન, 3 ચોક્કા અને 1 સિક્સર ફટકારી હતી પણ આ માટે તેમને કુલ 33 બોલનો સામનો કરવો પડ્યો હતો.
આમ તો કોહલી ભલે મોટો સ્કોર ન બનાવી શક્યો પણ આઈપીએલનાં ઈતિહાસમાં તે 5 હજારથી વધારે બોલ રમનાર એકમાત્ર બેટ્સમેન બની ગયા છે. મેચની વાત કરીએ તો ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ આરસીબીની શરૂઆત શાનદાર રહી, ફાફ અને કોહલીએ પહેલી વિકેટ માટે 62 રન જોડ્યા. ફાફે 22 બોલ પર 38 રન બનાવ્યા. મેકસવેલ માટે પણ આ દિવસ અનલકી રહ્યો હતો. મેક્સવેલ 3 રન બાનાવીને આઉટ થઇ ગયા હતા.