બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીનું ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા, વિરાટ કોહલી સાથે ખાસ કનેક્શન
Last Updated: 11:25 AM, 8 September 2024
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે અને ટી-20 મેચોની સીરિઝ થવાની છે અને તેમાં મોઈનની પસંદગી ન કરવામાં આવી, આ પછી એમને આ મોટો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
Moeen Ali has announced his retirement from international cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024
- Thank you, Mo! pic.twitter.com/qadSTAoNEz
મોઈન અગાઉ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા પરંતુ એશિઝ સીરિઝ દરમિયાન તેઓ પાછા ફર્યા હતા. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં મોઈન અલીનું યોગદાન ખૂબ મહત્વનું હતું. એમને ઈંગ્લેન્ડ માટે બે વર્લ્ડ ટ્રોફી પણ જીતી હતી.
ADVERTISEMENT
મોઈને ડેઈલી મેઈલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, "હું 37 વર્ષનો છું અને આ મહિને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે મારી પસંદગી કરવામાં આવી ન હતી. મેં ઈંગ્લેન્ડ માટે ઘણું ક્રિકેટ રમ્યું છે. હવે આવનારી પેઢીને મોકો આપવો જોઈએ આવું મને કહેવામાં આવ્યું. એ બાદ મને લાગ્યું કે હવે આ સાચો સમય છે."
મોઈને આગળ કહ્યું, "મને ગર્વ છે, જ્યારે તમે પહેલીવાર ઈંગ્લેન્ડ માટે રમો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમારે કેટલી મેચ રમવાની છે. મેં લગભગ 300 મેચ રમી છે. મારા શરૂઆતના થોડા વર્ષો ટેસ્ટ ક્રિકેટની આસપાસના હતા. જ્યારે મોર્ગનએ ODI ક્રિકેટની કમાન સંભાળી અને એ બાદ તે વધુ મજેદાર બની ગયું. જો કે, ટેસ્ટ ક્રિકેટ જ વાસ્તવિક ક્રિકેટ હતું." સાથે જ એમ પણ કહ્યું કે મોઈન ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને આ પછી તે કોચિંગ પર ધ્યાન આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.