બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi union cabinet decision ccea clears realignment of department of animal husbandry government of india to start animal ambulance

તમારા કામનું / મોદી કેબિનેટમાં ખેડૂતો માટે મોટો નિર્ણય : પશુઓ માટે શરૂ થશે ખાસ સુવિધા, ગામડાઓમાં મળશે મદદ

Parth

Last Updated: 05:02 PM, 15 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો માટે લેવાયેલા નિર્ણયમાં જણાવવામાં આવ્યું કે હવે પશુઓ માટે પણ ઍમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરવામાં આવશે.

  • ખેડૂતોની આવક વધારવાનો મોદી સરકારનો લક્ષ્ય 
  • ખેડૂતો માટે વધુ એક પેકેજની જાહેરાત 
  • પશુઓ માટે શરૂ કરવામાં આવશે ઍમ્બ્યુલન્સ

પશુઓ માટે ઍમ્બ્યુલન્સની સુવિધા
ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે ડેરી સેક્ટર માટે મોટા પેકેજનું એલાન કર્યું છે. ખેડૂતો માટે લેવાયેલા નિર્ણયમાં જણાવવામાં આવ્યું કે હવે પશુઓ માટે પણ ઍમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરવામાં આવશે. દૂરના ગામડાઓમાં પણ પશુઓની સારવાર માટે માલિકોએ ભટકવું પડશે નહીં. પશુપાલન અને ડેરી સેક્ટરના વિકાસ માટે આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. 

ત્રણ યોજનાઓ જાહેર : 
પશુપાલન વિકાસ માટે મોદી સરકારે કુલ 54 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જેની મદદથી ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે કામ કરવામાં આવશે. મોદી સરકારની જાહેરાતમાં ત્રણ મોટી યોજનાઓ છે જેમાં પશુધન વિકાસ યોજના, રાષ્ટ્રીય ગોકુળ મિશન અને નેશનલ એનિમલ ડીસીઝ પ્રોગ્રામ સામેલ છે. 

કયા ત્રણ ફાયદા થશે?
- પશુપાલન અને ડેરી માટે પેકેજમાં ક્વૉલિટી બ્રીડીંગ, સારવાર, રસીકરણ, ડેરી ઇન્ફ્રાસ્ટ્રકચર કરવામાં આવશે 
- પશુઓના રસીકરણ, ચિલીંગ પ્લાન્ટ, ક્વૉલિટી ટેસ્ટિંગમાં મળશે મદદ 
- ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હેઠળ વર્કિંગ કેપિટલ પર વ્યાજ છૂટ પણ આપવામાં આવશે, જેથી પશુઓને રાખવાનો મોકો મળશે 

સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ : 
દેશની કૃષિ વ્યવસ્થામાં ડેરી સેક્ટરનું યોગદાન 28 ટકા છે અને દર વર્ષે આશરે આઠ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવે છે. ભારત દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને દરરોજ પચાસ કરોડ લીટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Animals Farmers Modi cabinet PM modi ખેડૂતો મોદી કેબિનેટ Modi Cabinet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ