બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Modi Shah Mamta banerjee politics in West Bengal

ચૂંટણી / રાજકીય ઘમાસાણ વચ્ચે મમતા દીદીએ કર્યુ એવું કે બની ગયા નંબર વન

vtvAdmin

Last Updated: 10:31 PM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીનો સાચો જંગ તો પશ્ચિમ બંગાળમાં જામ્યો છે. કદાચ આજ કારણ પણ છે કે, આજે મમતા દીદી વિપક્ષની નેતા નંબર-1 બની ગયા છે. ત્યારે કેમ છે મમતા પર વિપક્ષો મહેરબાન?

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો જંગ તો પશ્ચિમ બંગાળમાં જ ખેલાઈ રહ્યો છે. જેના પર આખા દેશની નજર મંડરાયેલી છે. કારણ કે, એક તરફ પશ્ચિમ PM મોદી અને અમિત શાહની જુગલ બંદી અને બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે આરપારનો જંગ જામ્યો છે. તેવામાં અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ હવે મમતા દીદીની પડખે આવીને ઊભી ગઈ છે.

માયવતીથી લઈને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે દીદીને સમર્થન આપ્યું છે. એટલે લોકસભા ચૂંટણી પૂર્ણ થાય પહેલા ફરી એકવાર એવી જ સ્થિતિ પૈદા થઈ છે કે, જે ચૂંટણી પહેલા બની હતી. જ્યાં મમતા બેનર્જીની પાછળ વિપક્ષી તમામ રાજકીય પાર્ટીઓ ઊભી હતી. મમતા દીદી તેનું નેતૃત્વ કરી રહ્યા હતા.


વડાપ્રધાને કહ્યું કે અમે પંચધાતુની મૂર્તિ તૈયાર કરાવીશું
વડાપ્રધાન મોદીએ કોલકાતામાં હિંસા દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનડાવવાનો વાયદો કર્યો. વડાપ્રધાને કહ્યું કે અમે પંચધાતુની મૂર્તિ તૈયાર કરાવીશું. મોદીના નિવેદન પર પલટવાર કરતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 5 વર્ષમાં રામ મંદિર તો બનાવી ન શક્યા અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માગો છો. બંગાળની પાસે મૂર્તિ બનડાવવના પૈસા છે. શું મોદી 200 વર્ષ જૂની ધરોહરને પરત કરી શકે છે. 

મહત્વનું છે કે, કોલકત્તામાં અમિત શાહના રોડ-શોમાં બબાલ થયા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચ એક્શનમાં આવ્યું છે. બંગાળમાં ચૂંટણી પ્રચારના સમયમાં ઘટાડો કર્યો છે. જેને લઈને મમતા બેનર્જી સતત ભાજપ અને ચૂંટણીપંચ સામે આક્ષેપો લગાવી રહ્યા છે. આગની જેમ વરસી રહ્યા છે. મમતા બેનર્જીનો આક્ષેપ છે કે, ચૂંટણી પંચ કેન્દ્રના ઈશારે કામ કરે છે.

કારણ કે, જો બેન લગાવવો જ હતો તો વહેલી સવારથી કેમ ન લગાવ્યો. આવું એટલા માટે ન કર્યું કારણ કે, આજે પ્રધાનમંત્રીની પશ્ચિમ બંગાળમાં બે રેલી હતી. આ જ કારણ પણ છે કે, વિપક્ષો ચૂંટણીપંચની કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

પરંતુ સવાલ અહીં ફરી એજ કે, શું મમતા દીદીનું વિપક્ષોમાં નંબર-1 બનવું અને વિપક્ષોનું મમતા દીદીની સાથે ઊભું રહેવું ક્યાંક પ્રધાનમંત્રી પદના દાવેદારની દીશામાં તો સંકેત નથીને.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2019 PM modi West Bengal mamta banerjee Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ