બ્રેકિંગ ન્યુઝ
VTV / modi sent a chadar ajmer sharif
Pravin
Last Updated: 04:11 PM, 3 February 2022
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીએ અજમેર શરીફ દરગાહ પર ચડાવવા માટે એક ચાદર મોકલાવી છે. તેમણે બુધવપારે 2 ફેબ્રુઆરીના દિવસે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકલીને આ ચાદર સોંપી હતી. પીએમ મોદીએ ચાદરની તસ્વીર પોસ્ટ કરતા એક ટ્વિટ કર્યું છે.
અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. આ વખતે દરગાહ પર 810મા ઉર્સનું આયોજન થશે. પીએમ મોદી દ્વારા મોકલવામા આવેલી ચાદર આ અવસરે ચડાવામાં આવશે. નરેન્દ્ર મોદી આ અગાઉ પણ કેટલીય વાર અજમેર શરીફ દરગાહ પર ચાદર ચડાવી ચુક્યા છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ દરગાહ પર ચાદર તો મોકલાવી પણ તેને લઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક લોકોએ ટ્વિટર આ બાબતને લઈને સારો પ્રતિસાદ આપ્યો છે. જ્યારે કેટલાય લોકોએ પ્રધાનમંત્રીના આ પ્રકારના કામથી ટિકા પણ કરી છે.
Presented the Chadar which shall be offered at the Ajmer Sharif Dargah on the Urs of Khwaja Moinuddin Chishti. pic.twitter.com/SJhObXNhRA
— Narendra Modi (@narendramodi) February 2, 2022
અહીં ઉલ્લેખનીય છે કે, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો ચાદર ચડાવવા માટે આવતા હોય છે. દેશભરના લોકો ત્યાં પહોંચીને પોતાની દુઆઓ માગતા હોય છે. રાજનેતાઓથી લઈને અભિનેતા અને દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અહીં પહોંચતા હોય છે.
રાહુલ ગાંધીએ મંગળવારે મોકલાવી ચાદર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અજમેર શરીફ દરગાહના 810માં ઉર્સ માટે મંગળવારે ચાદર મોકલાવી હતી. પાર્ટીના અલ્પસંખ્યક વિભાગના અધ્યક્ષ ઈમરાન પ્રતાપગઢીએ આ જાણકારી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.