Monday, April 22, 2019

મોદી પ્રવાસ / PMની આજે બિહાર અને ઉત્તરપ્રદેશમાં રેલી, 29 વર્ષ બાદ અમેઠી જનારા પહેલા વડાપ્રધાન

PMની આજે બિહાર અને ઉત્તરપ્રદેશમાં રેલી, 29 વર્ષ બાદ અમેઠી જનારા પહેલા વડાપ્રધાન

પટના/અમેઠીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પટના અને અમેઠી પહોંચશે. પટનાના ગાંધી મેદાનમાં મોદી 6 વર્ષ બાદ રેલી યોજશે. અહીં તેમની સાથે NDAનાં 40 નેતાઓ હાજર રહેશે. સાથે જ ઉત્તરપ્રદેશનાં અમેઠીમાં પીએમ બન્યા પછી મોદી પહેલી વખત જઈ રહ્યા છે. અહીં તેઓ એસોલ્ટ રાઈફલનાં નવા યુનિટનું લોકાર્પણ કરશે. અમેઠીમાં 29 વર્ષ પહોંચનારા તેઓ પહેલા બિન કોંગ્રેસી અને ત્રીજા વડાપ્રધાન હશે.

મોદી 40 નેતાઓ સાથે પટનામાંઃ પટનામાં પહેલી વખત વડાપ્રધાન સાથે 3 દળોનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મંચ પર હાજરી આપશે. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, જેડીયુ પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર, લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, જદયુનાં પ્રદેશ અધ્યક્ષ, લોજપાનાં પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી પશુપતિ કુમાર પારસ સહિત અન્ય 32 કેન્દ્રીય મંત્રીઓ સામેલ થશે. ભાજપ, જદયુ અને લોજપા ગાંધી મેદાનમાં ભીડ એકઠી કરીને NDAની શક્તિ બતાવવાનાં પ્રયાસમાં છે.

modipravas

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ