Monday, June 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

SCO / PM મોદી બિશ્કેક જવા રવાના, પાકિસ્તાન એરસ્પેસનો નહીં કરે ઉપયોગ

PM મોદી બિશ્કેક જવા રવાના, પાકિસ્તાન એરસ્પેસનો નહીં કરે ઉપયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બિશ્કેક જવા રવાના થઇ ગયા છે. આ શિખર સંમેલન 13 અને 14 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદી અહીં ઘણા દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ભારતની રણનીતિની વાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ શિખર સંમેલનમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. સૂત્રોના અહેવાલ મુજબ આ દરમિયાન પીએમ મોદી હસન રૂહાની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
 

PM Narendra Modi


કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજીત SCO શિખર સંમેલનમાં પહોંચ્યા અગાઉ પીએમ મોદીએ નિવેદન આપતાં કહ્યું કે આ શિખર સંમેલનમાં વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ, બહુપક્ષીય આર્થિક સહયોગ, આતંકવાદ વિરુધ્ધ એકજૂટ લડાઇને લઇને ચર્ચા થવાની આશા છે. મારી આ સંમેલનમાં કેટલાક દેશના નેતાઓ સાથે મુલાકાત તેમજ દ્વિપક્ષીય બેઠક કરવાની પણ યોજના છે.

SCO શિખર સંમેલનની મેજબાની કરી રહેલા કિર્ગિસ્તાનને લઇને પીએમ મોદીએ કહ્યું કે ભારતે કિર્ગિસ્તાનની અધ્યક્ષતાને પુરો સહયોગ કર્યો છે. એસસીઓ શિખર સંમેલન પુરુ થયા બાદ 14 જૂનના રોજ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરીશે. 
 


આજનો PM મોદીનો કાર્યક્રમ

  • ગુરૂવારે બપોરે ત્રણ વાગે બિશ્કેકના માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે
  • બપોર બાદ ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
  • સાંજે પાંચ વાગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
  • કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહેશે
PM modi pakistan Airspace SCO attend National News

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ