Modi is Modi in our hearts', said Waters, the magic of PM Modi is still intact in Gujarat
ચૂંટણી /
ગુજરાત જીતવા રણે ચડેલા PM મોદીનો જાદુ યથાવત, લોકોએ કહ્યું એવું કે ભાજપ આવી જશે ગેલમાં
Team VTV09:30 PM, 28 Nov 22
| Updated: 09:33 PM, 28 Nov 22
ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહેલા પીએમ મોદીને લઈને મતદાતાઓનું કહેવું છે તેમના દિલમાં મોદી જ મોદી છે.
ગુજરાતમાં પીએમ મોદીનો ઝંઝાવતી પ્રચાર
ખેડાના મતદાતાઓ બોલ્યાં, અમારા દિલમાં મોદી જ મોદી
મોદી સિવાય બીજા કોઈને ઓળખતા નથી
ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહેલા પીએમ મોદીનો જાદુ આ ચૂંટણીમા પણ યથાવત રહ્યો છે અને મતદાતાઓ ઉમેદવાર જોઈને નહીં પીએમ મોદીને કેન્દ્રસ્થાને રાખીને વોટ આપી રહ્યાં છે.
પીએમ મોદીનો ગુજરાત ચૂંટણીમા ઝંઝાવતી પ્રચાર
ખેડાના મતદાતા બોલ્યાં, અમે ઉમેદવારને નથી ઓળખતા, પીએમ મોદી જ મુખ્ય જ્યારે સંકટમાં હતા ત્યારે કોંગ્રેસમાંથી કોઈ આવ્યું નહોતું. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને દિલ્હી પહોંચ્યા. આ પહેલા તેઓ 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. પીએમ મોદીને ગુજરાતથી રાજધાની પહોંચ્યાને લગભગ 8 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો બનીને રહી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોમાં ભાજપના ઉમેદવાર કોણ છે તેની કોઈ ચર્ચા થતી નથી પરંતુ અહીં જનતા મોદીને ઓળખે છે.
પીએમ મોદીએ ઉપાડ્યો ઝંઝાવતી પ્રચાર
પીએમ મોદી પણ ગુજરાતમાં ભાજપને મજબૂત કરવા માટે કોઇ તક છોડતા નથી. રાજ્યમાં તેઓ 19 રેલીઓ કરી ચૂક્યા છે. અત્યાર સુધી તેઓ શનિવારે ચૂંટણી પ્રચાર પૂરો થાય તે પહેલા જ વધુ 11 રેલીઓ કરવાની તૈયારી કરી રહ્યા છે. રવિવારે એક દિવસમાં ત્રણ રેલી બાદ તેમણે સુરતમાં રોડ શો કર્યો હતો અને સોમવારે વધુ ચાર રેલી કરવાના છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ પછી બીજા તબક્કાના મતદાન પહેલા તેઓ ફરી ગુજરાત પહોંચશે અને વધુ સાત રેલીઓ કરશે. અમદાવાદમાં રોડ શો અને રેલી સાથે તેમનો પ્રચાર પૂર્ણ થશે.
2017ની ચૂંટણીમાં પણ પીએમ સક્રિય હતા, 30થી વધુ રેલીઓ કરી
જો કે આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી પોતાના ગૃહ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સક્રિય જોવા મળી રહ્યા છે. 2017ની ચૂંટણીના પરિણામો ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન હોવાનું કહેવાય છે. જાણકારોના મતે તે ચૂંટણીમાં પક્ષને પાટીદાર આંદોલન, જીએસટીનો ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પછી પણ ભાજપે 99 બેઠકો જીતીને સત્તા બનાવી હતી. તે દરમિયાન પીએમ મોદીએ 30થી વધુ રેલીઓ કરી હતી. સામાન્ય રીતે ગુજરાતનો મુકાબલો મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ આક્રમક પ્રચાર કરી રહી છે.
શું કહ્યું મતદાતાઓએ
પહેલી વાર વોટ આપવાની તૈયારી કરી રહેલા યજ્ઞ ભ્રહ્મભટ્ટ કહે છે, આમ આદમી પાર્ટી ક્યાંય પણ દેખાતી નથી, તેઓ મત કાપવા માટે આવ્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપનો કોઈ મુકાબલો નથી. ખેડાના ઉદેલા ગામના અન્ય એક મતદાર સાબિર મિયાંએ જણાવ્યું હતું કે, "મારા ગામમાં જ્યારે મુશ્કેલી હતી ત્યારે કોંગ્રેસમાંથી કોઈ અમારી સંભાળ લેવા આવ્યું ન હતું. કોંગ્રેસ તેમના ઘરના ઝગડામાંથી પણ ઉંચી આવતી નથી. ખેડા જિલ્લાના વૃદ્ધ મતદાતા સાબિર મિયાએ કહ્યું કે હજુ પણ મોદીજીનો જાદુ છે, અમારા દિલમાં મોદી જ મોદી છે.
કોંગ્રેસની લોકપ્રિયતામાં ઘટાડો
રિપોર્ટ મુજબ વર્ષ 2017માં સારી લીડ મેળવ્યા બાદ પણ કોંગ્રેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણીની વચ્ચે નર્મદાના કાર્યકર મેધા પાટકરને ભારત જોડો યાત્રામાં સ્થાન આપીને યોગ્ય કામ કર્યું નથી.