કાર્યવાહી /
મોદી સરકારે ભ્રષ્ટ અને કામ ન કરનારા 340 અધિકારીઓને ઘરભેગાં કર્યા, જાણો કોણ
Team VTV06:48 PM, 11 Feb 21
| Updated: 07:11 PM, 11 Feb 21
1 માર્ચ, 2018 સુધીમાં, સરકાર હેઠળના નિયમિત સિવિલ કર્મચારીઓની મંજૂર સંખ્યા 38,02,779 જેટલી છે જેમાં 31,18,956 જેટલી જગ્યાઓ ભરેલી છે.
મોદી સરકારે 340 અધિકારીઓને નિવૃત્ત કરી દીધા
ગ્રુપ A ના 171 અધિકારીઓ અને ગ્રુપ B ના 169 અધિકારીઓ છે સામેલ
એફઆર 56 (J) અને અન્ય સમાન નિયમો હેઠળ કરવામાં આવી કાર્યવાહી
કેન્દ્ર સરકારે કુલ 340 કર્મચારીઓ જેમની કામગીરી સંતોષપ્રદ નહોતી ને સમય પહેલા જ નિવૃત્ત કરી દીધા છે, કાર્મિક રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે ગુરુવારે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભા ને આ માહિતી આપી હતી. તેમણે ગૃહને કહ્યું કે જુલાઈ 2014 થી ડિસેમ્બર 2020 દરમિયાન ગ્રુપ A ના 171 અધિકારીઓ અને ગ્રુપ B ના 169 અધિકારીઓ સામે એફઆર 56 (J) ની જોગવાઈઓ અને અન્ય સમાન નિયમો હેઠળ વિવિધ મંત્રાલયો, વિભાગો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યસભામાં કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્રસિંહે આપી માહિતી
આ નિયમોમાં એવી જોગવાઈ છે કે જેના હેઠળ જાહેર કર્મચારીને કથિત ભ્રષ્ટાચાર અથવા અપેક્ષા મુજબ કામગીરી ન કરવા બદલ જાહેરહિતમાં નોકરીથી નિવૃત્ત કરી શકાય છે. આ સાથે જ જિતેન્દ્રસિંહે કહ્યું કે 1 માર્ચ, 2018 સુધીમાં સરકાર હેઠળ નિયમિત નાગરિક કર્મચારીઓની મંજૂરી આપવામાં આવેલી સંખ્યા 38,02,779 છે અને 31,18,956 જેટલી જગ્યાઓ ભરેલી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા પરિણામોની જાહેરાત પછી જાહેર કરવામાં આવતી આરક્ષિત સૂચિ પર ઉઠી રહેલા સવાલો પર જવાબ આપતા જીતેન્દ્રસિંહે તેને એક રેગ્યુલર પ્રક્રિયા ગણાવી હતી અને કહ્યું હતું કે આ કોઈ પ્રતિક્ષા યાદી નથી. તેમણે કહ્યું હતું કે આરક્ષિત યાદી જાહેર કરવાની વ્યવસ્થા 2003માં શરૂ કરવામાં આવી હતી.