દેશના ખેડૂતોને યોગ્ય ભાવના અભાવે હવે સડક પર ટામેટા ફેંકવાની જરૂર રહેશે નહીં. કારણ કે ખરાબ થનારા કૃષિ ઉત્પાદકોના પરિવહનને માટે સરકાર જલ્દી જ કિસાન રેલ ચલાવવા જઈ રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી કહે છે કે ખેડૂતોને તેમના પાકના પૂરતા અને લાભકારી ભાવ મળશે તો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મજબૂતી આવશે.
ખેડૂતોને મળશે પાકના યોગ્ય ભાવ
સરકારે બનાવ્યો આ પ્લાન
કિસાન રેલની કરશે ખેડૂતોની મદદ
કૈલાશ ચૌધરીએ કહ્યું કે ખેડૂતોને આ રેલના કારણે કૃષિ ઉત્પાદકોના પરિવહનની સમસ્યાનું સમાધઆન મળષે. તેનાથી તેમને પાકના સારા ભાવ મળશે. ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળવાથી તેમની આવકમાં વધારો થશે. જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે.
બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત
ખેતીને લાભકારી બનાવવા અને ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવા માટે સરકારના લક્ષ્યને ધ્યાનમાં રાખીને નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ સામાન્ય બજેટમાં કિસાન રેલ ચલાવવાની સાથે કૃષિ ઉડાન યોજનાની પણ જાહેરાત કરી હતી.
ખેડૂત રેલમાં હશે આ સુવિધા
ખેડૂત રેલમાં રેફ્રિજરેટર વાળી બોગી હશે. જેનાથી ફળ, શાક, દૂધ, માછલી અને અન્ય ઉત્પાદનો ખરાબ થશે નહીં. ઉત્પાદક ક્ષેત્રની સાથે મોટા શહેરોના ઉપભોક્તા બજાર સુધી તેમના પરિવહન સુગમ બનશે. ખેડૂતોને તેનાથી તેમના પાકના યોગ્ય ભાવ મળી શકશે.
બજેટમાં જાહેરાત અનુસાર કામગીરી શરૂ
નાણામંત્રીની આ જાહેરાતની સાથે ખેડૂત રેલ ચલાવવાની દિશામાં રેલવેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્ર જણાવે છે કે આ માટે રેફ્રિજરેટર વાળી રેલ બોગીઓની ખરીદી અને સામાન્ય ઈન્ફ્રીસ્ટ્રક્ચર તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરાયું છે. આ માટેની ફ્લીટ પંજાબના કપૂરથલના રેલ કોચ ફેક્ટ્રીથી ખરીદવામાં આવી છે. તેમાં 9 બોગીઓ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ખેડૂતોને પણ કરાશે તૈયાર
વિજય સરદાનાએ કહ્યુંકે આ માટે રેલવે અને એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથે સાથે ખેડૂતોને પણ તૈયાર થવાનું રહેશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સિસ્ટમ ખેતીથી લઈને એરપોર્ટ અને રલેવે સ્ટેશન સુધી તૈયાર કરવાની રહેશે. તો જ તે સફળ થઈ શકશે.
સુવિધાઓથી ખેડૂતોને થશે ફાયદો
ખેડૂત રેલ અને કૃષિ ઉડાનની મદદથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તેને લઈને કૃષિ અર્થશાસ્ત્રી વિજય સરદાના કહે છે કે આ ખેડૂતોને ફાયદો કરાવશે. દેશભરમાં તેને માટે સુવિધાઓ તૈયાર કરવામાં સમય લાગશે. જલગાંવથી દિલ્હી કેળાની ટ્રેન પહેલાંથી આવતી હતી. કોઈ ક્ષેત્રમાં વિશેષમાં એક કે બે પાક એવા કરવા જેથી આખી ટ્રેન ભરાઈ જાય. આ માટે ખેડૂતોને તૈયાર કરવાના રહેશે.