Modi Govt came after onion farmers, hints that NAFED will start buying onions soon, official announcement pending
BIG BREAKING /
ડુંગળીના ખેડૂતોની વ્હારે આવી મોદી સરકાર, ટુંક સમયમાં નાફેડ ડુંગળીની ખરીદી શરૂ કરશે તેવા સંકેત, સત્તાવાર જાહેરાત બાકી
Team VTV05:37 PM, 02 Mar 23
| Updated: 05:52 PM, 02 Mar 23
ગરીબોની કસ્તુરી એવી ડુંગળીનાં વેચાણમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂત છે, મંત્રીઓ ખેડૂત છે તેમજ નેતાઓ પણ ખેડૂત છે તો નાર્ફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં ડુંગળીના પુરતા ભાવ નહી મળવાનો મામલો
નાફેડ દ્વારા ભારત સરકારને કરાઈ રજૂઆત
કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે
ગુજરાતમાં ડુંગળીના પુરતા ભાવ નહી મળવા મામલો નાર્ફેડ દ્વારા ભારત સરકારને ડુંગળીની ખરીદી કરવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી નાફેડ ડુંગળીની ખરીદી કરશે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરા કરવામાં આવશે.
ખેડૂતો ડુંગળીનો પાક વેચ્યા બાદ પૈસા લેવાની જગ્યાએ રૂ.131 ચૂકવવા પડ્યા
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા ડુંગળીનાં પાકમાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા ડુંગળીમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે ગત રોજ રાજકોટની આર.કે. પેઢીમાં ખેડૂત દ્વારા ડુંગળી વેચવામાં આવી હતી. ત્યારે ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને પૈસા મળવાની જગ્યાએ ખેડૂતે રૂ.131 આપવાનો વારો આવ્યો હતો.જે બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યું હતું. જેના લીધે ખેડૂતોને પડતા પર પાટુ પડ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં નોર્ફેડ દ્વારા ડુંગળીના ખરીદી કરવામાં આવી રહી છે તો ગુજરાતમાં નોર્ફેડ દ્વારા કેમ ખરીદી કરવામાં ન આવે તેવું ખેડૂતો કહી રહ્યા છે.
કાલે માલધારીને કહેવાનું છે કે આવો અને તમારા બકરા ચરાવી દો...
આ બાબતે રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો માલ વેચવા આવેલ ખેડૂતે જણાવ્યું હતું કે અમિતભાઈએ જણાવ્યું હતું કે ગત રોજ એક ખેડૂતને રૂપિયા 131 આપવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલ તો ખેડૂતોને પડતા પર પાટુ છે. ત્યારે સરકાર દ્વારા કિલોએ રૂ.5 ને ટેકો જાહેર કરવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત થાય. ગયા વર્ષે 2 રૂ. ટેકો કર્યો હતો તો રાહત થઈ હતી. ત્યારે આ વખતે 5 રૂપિયાનો ટેકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે. આજે ડુંગળીનો ભાવ 20 કિલોનાં 58 રૂપિયા ભાવ પડ્યો છે. ત્યારે એક ખેડૂતે કહ્યું હતું કે કાલે માલધારીને કહેવાનું છે કે આવો અને તમારા બકરા ચરાવી દો...
આવતા વર્ષે કસ્તુરી ડુંગળી ખાવા મળશે નહીઃખેડૂત
આ બાબતે હડમતિયા બેડીતનાં ખેડૂતે જણાવ્યું હતું કે હું 300 કટ્ટા બોરી લઈને આવ્યો છું. મારે ડુંગળીનો ભાવ 50 થી 100 રૂપિયા આવ્યો. ત્યારે 200 રૂપિયાનાં પડતર પડે છે. મહારાષ્ટ્રમાં નોર્ફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે આપણી મુખ્યમંત્રી તેમજ નેતાઓ અને મંત્રીઓ બધા ખેડૂત છે અને તેઓને ખબર છે. ત્યારે આવતા વર્ષે કોઈ ખેડૂત ડુંગળીનું વાવતર કરશે નહી. ત્યારે આ કસ્તુરી ડુંગળી આવતા વર્ષે કોઈને ખાવા મળશે નહી.