બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Modi Govt Brings Unity Mall In Budget Know How Jobs Will Get In Every State And What Will Benefit You

તમારા કામનું / મોદી સરકાર બજેટમાં લાવી યુનિટી મૉલ: જાણો કઈ રીતે દરેક રાજ્યમાં નોકરીઓ મળશે અને તમને શું થશે ફાયદો

Arohi

Last Updated: 02:53 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જિલ્લો એક ઉત્પાદન યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. આ યોજના રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ આવે છે. તેનો હેતુ દરેક રાજ્યોના દરેક જિલ્લાના એક પ્રોડક્ટને રાષ્ટ્રીય ઓળખ આપવાની છે.

  • એક જિલ્લા એક ઉત્પાદન યોજનને પણ મળશે ગતિ
  • યુનિટી મોલ શિલ્પકાર વેચી શકશે પોતાના ઉત્પાદન 
  • રોજગાર અને સ્થાનીય ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન 

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે બજેટ રજૂ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ રાજ્યોની રાજધાનીઓમાં યુનિટી મોલ સ્થાપિત કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવાની જાહેરાત કરી છે. એક યુનિટી મોલમાં "એક જિલ્લા એક ઉત્પાદન" અને અન્ય હસ્તશિલ્પ ઉત્પાદોના પ્રચાર અને વેચાણ માટે જગ્યા મળશે. 

આટલું જ નહીં તેમનામાં અન્ય રાજ્યોના ઉત્પાદનના વેચાણ પણ કરી શકાશે. એક જિલ્લા એક ઉત્પાદન યોજનાથી રાજ્યના નાના એન્ટોપ્રેન્યોર, કારીગરો, વણકરોને લાભ મળી રહ્યો છે અને રાષ્ટ્રીય સ્ટેજ પર તેમને અવસર મળી રહ્યો છે. 

જો રાજ્યોની રાજધાનીઓમાં નાના વેપારીઓ, કારીગરો, વણકરોને પોતાના ઉત્પાદ પ્રદર્શિત અને વેચાણને લઈને યુનિટી મોલ સ્થાપિત થાય છે તો તેનાથી ન ફક્ત સ્થાનીક ઉત્પાદનોનું વેચાણ વધશે સાથે જ તેનાથી રોજગારને પણ પ્રોત્સાહન મળશે. તેની સાથે જ એક જિલ્લો એક ઉત્પાદન યોજનાને બૂસ્ટ મળશે. 

શું છે એક જિલ્લા એક ઉત્પાદન યોજના? 
એક જિલ્લા એક ઉત્પાદન યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ આવી હતી. તેનો હેતુ દરેક રાજ્યોના દરેક જિલ્લાના એક પ્રોડક્ટને રાષ્ટ્રીય ઓળખ આપવાની છે અને સ્થાનીક સ્તર પર જ રોજગાર ઉપલબ્ધ કરાવવાની છે. આ યોજના હેઠળ આવનાર ઉદ્યોગોને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીમાં રાખવામાં આવી છે. સરકાર દ્વારા ઉદ્યોગોને પૈસા આપવામાં આવશે. 

શું છે તેના ફાયદા? 
એક જિલ્લા એક ઉત્પાદન યોજનાનો સૌથી વધારે ફાયદો નાના વેપારીઓ, કારીગરો, વણકરોને થઈ રહ્યો છે. જિલ્લાના મુખ્ય ઉત્પાદનની બ્રાંડિંગમાં સરકાર સહાયતા આપશે. તેનાથી મોટા એક્સપોઝર મળશે અને વેચાણમાં વધારો મળશે. આટલું જ નહીં આ યોજનાથી આ યોજનના સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી ઓળખ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Budget Budget 2023 Modi govt બજેટ 2023 મોદી સરકાર યુનિટી મૉલ Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ