modi govt amid coronavirus concerns ram vilas paswan pds beneficiaries can lift 6 month quota of grains
નિયમ /
કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે બદલ્યો આ નિયમ, 75 કરોડ લોકોને કરશે અસર
Team VTV10:37 AM, 19 Mar 20
| Updated: 10:38 AM, 19 Mar 20
કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરમાં લોક ડાઉનની સ્થિતિ આવી છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યા છે અને કરિયાણું પણ સ્ટોર કરી રહ્યા છે. આ સ્થિતિ સમયે કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિયમથી દેશના 75 કરોડ લોકોને ફાયદો થશે અને તેઓ 2 મહિનાના બદલે 6 મહિનાનું કરિયાણું એકસાથે સ્ટોર કરી શકશે.
કોરોનાના સંકટને લઈને મોદી સરકારે બદલ્યો નિર્ણય
સસ્તુ અનાજ મેળવનારા 75 કરોડ લોકોને મળશે ફાયદો
2 મહિનાના બદલે ભરી શકશે 6 મહિનાનું કરિયાણુ
ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે મોદી સરકારના આ નવા નિયમથી સસ્તું અનાજ મેળવવાના હકદાર એવા 75 કરોજ લોકોને 6 મહિનાનું કરિયાણુ એકસાથે ખરીદવાની છૂટ આપવામાં આવશે. હાલમાં તેઓ વધુમાં વધુ 2 મહિનાનું રાશન એકસાથે લઈ શકે છે. અમારા ગોડાઉનમાં અનાજનો પર્યાપ્ત ભંડાર છે. અમે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ ગરીબોને 6 મહિનાનો અનાજનો કોટા એકસાથે લેવાની છૂટ આપે.
કોરોના વાયરસથી બચવા લેવાયો છે આ નિર્ણય
પાસવાને કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ નિર્ણય લેવાયો છે જેથી કોઈ પણ પ્રકારની પાબંદી લાગૂ થાય તો ગરીબ લોકોને અનાજ મેળવવામાં તકલીફ ન થાય. હાલમાં પંજાબ સરકારે લોકોને 6 મહિનાનું રાશન ઉઠાવવાની પરમિશન આપી છે.
હાલમાં ગોડાઉનમાં છે આટલો સ્ટોક
પાસવાનના કહેવા અનુસાર આ સમયે સરકારી ગોડાઉનમાં 4.35 કરોડ ટનથી પણ વધારે અનાજ છે. જે સુરક્ષિત બફર સ્ટોકની વધારે જરૂરથી વધારે છે. તેમાંથી 272.19 લાખ ટન ચોખા અને 162.79 લાખ ટન ઘઉં છે. સાર્વજનકિ વિતરણ પ્રણાલી માટે એપ્રિલમાં બફરમાં 135 લાખ ટન ચોખા અને 74.2 લાખ ટન ઘઉંનો ભંડાર સુરક્ષિત માનવામાં આવે છે.
સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે લોકો ભારતમાં કોરોના વાયરસના ડરથી ઘરમાં રાશન પાણી ભરી રહ્યા છે. રામ વિલાસ પાસવાને કહ્યું કે કોરોના વાયરસ સંકટના સમયે સરકારની પાસે પૂરતા પ્રમાણમાં અનાજ છે. અને સાથે લોકોને આ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.