બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Budget / મોદી સરકારનું ડિજિટલ ભારત! 57 ટકા વધી UPIથી લેવડ દેવડ, જાણો કઈ એપ લોકપ્રિય
Last Updated: 06:06 PM, 29 July 2024
બોસ્ટન કંસલ્ટિંગ ગ્રુપ (BCG)ના બેન્કિંગ સેક્ટર રાઉન્ડઅપ નાણાકીય વર્ષ 2024ના રિપોર્ટ મુજબ પૈસા ટ્રાન્જેક્શન માટે UPI લોકોની પહેલી પસંદ છે. યૂનિફાઈડ પેમન્ટ ઈન્ટરફેસ(UPI) મારફતે વર્ષ 2024માં 57 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેમાં Google Pay અને PhonePeનો હિસ્સો સૌથી વધુ છે. આ બન્ને કંપનીમાં કુલ 86 ટકા ટ્રાન્જેક્શન થયું છે.
ADVERTISEMENT
જો ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શનની વાત કરવી હોય તો તેમાં વાર્ષિક 43 ટકા ઘટાડો થયો છે. તો ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન બે ગણું વધી ગયું છે. નાણાકીય વર્ષ 24માં ક્રેડિટ ગ્રોથ 15 ટકા અને ડેબિટ ગ્રોથ 13 ટકા વધ્યું છે. અત્યારે બેન્કિંગ સેક્ટરનું કુલ નેટ પ્રોફિટ પહેલી વખત 3 લાખ કરોડને પાર પહોંચ્યું છે. દરેક બેન્કોએ રિટર્ન ઓન એસેટમાં 1 ટકાથી વધુ તેજી મેળવી છે. બેંકને ઉચ્ચ ક્રેડિટ ગ્રોથ, લો ક્રેડિટ ગ્રોથ હેલ્થ ફીસ ઇન્કમ સારી થવાના કારણે લાભ થયો છે.
વધુ વાંચો : બાબા રામદેવને બીજો મોટો ઝટકો, કોરોના દવાનો દાવો પાછો ખેંચી લેવાનો HCનો ઓર્ડર
ADVERTISEMENT
BCGના રિપોર્ટ અનુસાર,સરકારી બેંકોનું નેટ પ્રોફિટ 34 ટકા વધ્યું છે. તો પ્રાઇવેટ બેંકોમાં નેટ પ્રોફિટ 25 ટકા વધ્યું છે. બેંકોએ પોતાની એસેટ ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.
ADVERTISEMENT
બેંકોનું ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ્સ 2.8 ટકા ના નીચલા સ્તરે પહોંચી ગયું છે. સરકારી બેંકોએ ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ્સ 3.5 ટકા અને પ્રાઇવેટ બેંકોએ 1.7 ટકા ઓછું બતાવ્યું છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં દરેક અનુમાનનેં પાર કરીને આર્થિક વૃદ્ધિ 8.2 ટકા થઈ છે. વર્ષ 2025માં આર્થિક વૃદ્ધિ 6.2 ટકાથી 7 ટકા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.