બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi government will give Rs 3400 to the youth every month If you get such a message dont believe it know the truth

Fact Check / યુવાનોને દર મહિને મોદી સરકાર આપશે રૂ.3400: આવો મેસેજ આવે તો વિશ્વાસ ન કરતાં, જાણો સત્ય

Arohi

Last Updated: 04:01 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો, ખેડૂતો અને મહિલાઓથી લઈને સામાન્ય જનતા માટે વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જે અંતર્ગત આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ શું કેન્દ્ર સરકાર હવે યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપશે? જાણો શું છે વાયરલ મેસેજ પાછળની હકીકત...

  • મોદી સરકારે શરૂ કરી નવી યોજના? 
  • યુવાનોને દર મહિને મળશે 3400 રૂપિયા? 
  • જાણો શું છે આ વાયરલ મેસેજની હકીકત 

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો, ખેડૂતો અને મહિલાઓથી લઈને સામાન્ય જનતા માટે અનેક પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. હાલમાં જ એક પોસ્ટ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપશે. જાણો તેના પાછળની હકીકત. 

દર મહિને યુવાનોને મળશે 3400 રૂપિયા 
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેને ઝડપથી શેર કરવામાં આવી રહ્યા છે. આ દિવસોમાં એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપી રહી છે.

આ પોસ્ટ જોયા બાદ પીઆઈબીએ તેનું ફેક્ટ ચેક કર્યું છે. હકીકત ફેક્ટ ચેકમાં પીઆઈબીએ તેની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ઓફિશ્યલ ટ્વીટ પર આ અંગેની માહિતી આપી છે.

PIBએ કર્યું ટ્વીટ 
આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા પર તમામ યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો ખોટો છે. આવી કોઈપણ વેબસાઈટ/લિંક પર તમારી અંગત માહિતી શેર કરશો નહીં. આવી કોઈપણ પોસ્ટને આગળ શેર કરતા પહેલાનું ફેક્ટ ચેક કરવું જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fact Check message modi government pib fact check કેન્દ્ર સરકાર મેસેજ મોદી સરકાર Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ