બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi government will give Padma Shri to 126-year-old Sivananda Baba, who lives in Kashi

પદ્મશ્રી / 126 વર્ષના આ વૃદ્ધને મોદી સરકાર આપશે પદ્મશ્રી, માત્ર ઉકાળેલું ભોજન ખાઈને સાદાઈથી જીવે છે જીવન

Ronak

Last Updated: 05:58 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશીમાં રહેતા શિવાનંદ બાબાને મોદી સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. જાણીને આપને નવાઈ લાગશે કે તેમની ઉંમર 126 વર્ષ છે અને તેઓ માત્ર સાત્વિક ભોજન ખાઈને પોતાનું જીવન ગુજારે છે.

  • કાશીમાં રહેતા શિવાનંદ બાબાને મોદી સરકાર આપશે પદ્મશ્રી 
  • માત્ર ઉકાળેલું ભોજન ખાઈને સાદાઈથી જીવન જીવે છે 
  • રોજ સવારે 3 વાગે ઉઠીને યોગ કરી પૂજાપાઠ કરે છે 

કાશીમાં રહેતા શિવાનંદ બાબાને મોદી સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. વારાણસીમાં રહેતા શિવાનંદ બાબાની ઉંમર હાલ 126 વર્ષ છે અને તેઓ પૂરી રીતે સ્વસ્થ છે. આધારકાર્ડ અને પાસપોર્ટ પર તેમની જન્મતારીખ પણ 1896 દાખલ થયેલી છે. જેથી એવું કહી શકાય કે તે વિશ્વના સૌથી વૃદ્ધ માણસમાં આવે છે. 

રોજ સવારે 3 વાગ્યે ઉઠી યોગા કરે છે 

જોકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જાપાનના ચિત્તેસુ વતનબેનું નામ છે. આપને સાંભળીને નવાઈ લાગશે કે શિવાનંદ બાબા ઉકાળેલું ખાવાનું ખાય છે. તેઓ રોજ સવારે ઉઠીને 3 વાગ્યે યોગ કરતા હોય છે. બાદમાં તેઓ પૂજાપાઠ કરીને તેમના જીવનની શરૂઆત કરે છે. 

ઓછું મીઠું ખાઈને જીવન જીવે છે 

શિવાનંદ બાબાએ કહ્યું કે તેઓ ક્યારેય દૂધનું સેવન નથી કરતા અને તેઓ માત્ર ઉકાળેલું ભોજન ખાવાનું પસંદ કરે છે. તેઓ ઓછું મીઠા વાળા ભોજન ખાવાનું પસંદ કરે છે. જેથી 126 વર્ષ થયા તેમ છતા તેઓ પૂરી સ્વસ્થ છે. જેના કારણે હવે તેમને સરકાર તરફથી પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે જેને લઈને તેઓ ઘણા ખુશ છે. 

સરકારનો માન્યો આભાર 

ઉલ્લેખનીય છે કે પદ્મશ્રી એવોર્ડ આપવાને લઈને તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે જીવનમાં હંમેશા સાદાઈથી રહેવું જોઈએ. સાથેજ તેમણે કહ્યું કે શુદ્ધ અને શાકાહારી ભોજન ખાવાને કારણે તેઓ પૂરી રીતે સ્વસ્થ છે. શિવાનંદ બાબાના વૈધ ડૉક્ટરનું પણ કહેવું છે કે તેઓ સાત્વીક ભોજન ખાય છે અને ડિસિપ્લિન સાથે જીવન જીવે છે. સાથેજ ડૉક્ટરે એવું પણ કહ્યું કે તેઓ ખાવામાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓ સ્વસ્થ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

126 વર્ષની ઉંમર Modi Goverment Padma Shri Shivanand baba પદ્મશ્રી મોદી સરકાર શિવાનંદ બાબા Shivanand baba varanasi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ