બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi government took a big decision: Give employees a chance to opt for old pension scheme, know what the benefits will be

ગુડ ન્યૂઝ / મોદી સરકારે લીધો મોટો નિર્ણય: કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો મોકો, જાણો શું થશે લાભ

Megha

Last Updated: 12:14 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા, નવા આદેશ અનુસાર જો 22 ડિસેમ્બર 2003 પહેલા સરકારી નોકરી મળી છે તો જૂની પેન્શન યોજના પસંદ કરી શકો છો.

  • કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા
  • આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકે
  • નવી પેન્શન યોજનાથી કેમ નારાજ છે કર્મચારીઓ 

કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કર્મચારીઓના એક પસંદગીના જૂથને જૂની પેન્શન યોજના પસંદ કરવાની તક આપી છે. એ નવા આદેશ અનુસાર જો 22 ડિસેમ્બર 2003 પહેલા સરકારી નોકરી મળી છે તો જૂની પેન્શન યોજના પસંદ કરી શકો છો. 

આ વિશે કર્મચારી મંત્રાલયે આદેશ જારી કરતાં શુક્રવારે કહ્યું હતું કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ની સૂચનાની તારીખ 22 ડિસેમ્બર,2003 પહેલા વિજ્ઞાપિત કે અધિસૂચિત પદો હેઠળ જૂની પેન્શન યોજનામાં જોડાવા માટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો હેઠળ 1972 (હવે 2021) જૂની પેન્શન યોજનામાં જોડાવા માટે પાત્ર થાય છે. સંબંધિત સરકારી કર્મચારીઓ 31 ઓગસ્ટ, 2023 સુધી આ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. 14 લાખ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના સંગઠન નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS) એ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

NMOPSની દિલ્લી ઈકાઈના પ્રમુખ મંજિત સિંહ પટેલે કહ્યું કે, 'કેન્દ્ર સરકારના પાત્ર કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમે કેન્દ્ર સરકાર પાસે ફરીએક વખત હાલની નવી પેન્શન યોજનામાં સુધારો કરવા વિનંતી કરીએ છીએ જેથી કરીને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકે.'

નવી પેન્શન યોજનાથી કેમ નારાજ છે કર્મચારીઓ 
કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન યોજના ન તો કર્મચારીઓ માટે અને ન તો સરકાર માટે કોઈ રીતે ફાયદાકારક છે. સરકારે NPSમાં આપેલો પોતાનો 14ટકા હિસ્સો પોતાની પાસે રાખવો જોઈએ. આનાથી જ કર્મચારીઓને પેન્શન મળી શકે છે. NPS સ્કીમમાં કાપવામાં આવેલા આ પૈસા શેરબજારમાં રોકવામાં આવી રહ્યા છે, જેનો કર્મચારીઓને કોઈ ફાયદો થશે નહીં. NPSમાં કર્મચારીઓના પગારમાંથી 10 ટકા રકમ કાપવામાં આવે છે અને 14 ટકા રકમ સરકાર પોતાની પાસેથી જમા કરાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

modi government old pension scheme pension scheme નવી પેન્શન યોજના પેન્શન યોજના pension scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ