બ્રેકિંગ ન્યુઝ
VTV / modi government to provide ac at cheap prices through eesl for public
vtvAdmin
Last Updated: 09:27 AM, 28 May 2019
સામાન્ય રીતે એવું છે કે જેમ-જેમ ગરમીનો પારો વધે છે તમામની ઇચ્છા ઘરમાં એર કન્ડિશન લગાવવાની હોય છે. જોકે તેની કિંમત સાંભલી લોકો ખરીદી શકતા નથી. હવે એવા લોકો માટે સારા સમાચાર છે જે મોંઘા AC ખરીદી શકતા નહોતો.
ADVERTISEMENT
પ્રાપ્ત સૂત્રો મુજબ, સરકાર તરફથી બજારમાં ઉપલબ્ધ ACની કિંમત અન્ય કંપનીઓના AC કરતા 15થી 20 ટકા ઓછી હશે. કેટલાક મીડિયા રિપોર્ટમાં 30 ટકા સુધી AC સસ્તા હોવાની વાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. આ ACની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે તે ઓછી વીજળીનો ઓછો ઉપયોગ કરશે. તમારા વીજળીના બિલમાં પણ લગભગ 35-40 ટકાનો ઘટાડો આવશે.
ગ્રાહક આ ACને ઘરે બેઠા ઓનલાઇન ખરીદી શકશે. ઓનલાઇન બુકિંદ માટે 24 કલાકની અંદર ગ્રાહકને ઘરે AC પહોંચી જશે. આ માટે સરકારી કંપની EESL જુલાઇથી ગ્રાહકો માટે માર્કેટમાં લોન્ચ કરશે. તેના પર એક્સચેન્જ ઓફર પણ મળશે. આ AC બજારમાં જુલાઇમાં મળી શકવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
સસ્તા દરે એ ગ્રાહકોને જ AC મળશે જેમની પાસે વીજલી કનેક્શન હશે. જે માટે બિલ બતાવવું પડશે. આપને જણાવીએ કે આ AC વીજળી બચત મામલે બજારમાં મળતા 5 સ્ટાર AC ના મુકાબલે વધારે સક્ષમ હશે. કંપનીએ આવનાર વર્ષ સુધીમાં 2 લાખ AC વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. એલજી, પેનાસોનિક, બ્લૂ સ્ટાર, ગોદરેડ જેવી મોટી કંપનીઓ AC સપ્લાઇ કરવાની રેસમાં છે. EESL એ કંપની છે, જે બજારમાં સસ્તી કિંમતે એલઇડી બલ્બ, પંખા અને એલઇડી ટ્યૂબલાઇડ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે.
EESL મુજબ, બલ્કમાં ACની ખરીદી કરવાથી કિંમત ઓછી થઇ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક વર્ષની AC પર ગેરન્ટી મળશે, જ્યારે તેના કોમ્પ્રેશર પર 5 વર્ષની ગેરન્ટી મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.