Modi government in action in view of increasing cases of corona abroad
BIG BREAKING /
મોટો નિર્ણયઃ વિદેશથી ભારત આવતા મુસાફરોને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું એલાન
Team VTV05:28 PM, 20 Oct 21
| Updated: 11:04 PM, 20 Oct 21
વિદેશોમાં વધતા કોરોનાના કેસને જોતા મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે જે પણ લોકો વિદેશથી ભારત આવશે તેમણે RTPCR ટેસ્ટ કરાવવો પડશે.
કોરોનાને લઈને નવી ગાઈડ લાઈન જાહેર
વિદેશથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
72 કલાક જૂનો કોરોના નેગેટિવ રિપોર્ટ ગણાશે માન્ય
કોરોના મહામારીમાં હજું પણ સમાપ્ત નથી થઈ. સરકાર દ્વારા કોરોનાને સામે લડવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા વિદેશથી આવતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવાંમાં આવી છે.
Negative RT-PCR test report mandatory for all international passengers coming to India: Ministry of Health pic.twitter.com/8sdfmCpC9K
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જે નવી ગાઈડલાઈન જાહેર કરી છે તે પ્રમાણે વિદેશથી આવતા તમામ મુસાફરોને આરટી-પીસીઆરનો નેગેટિવ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. કોરોના રિપોર્ટ 72 કલાક જૂનો ચાલશે. જો રિપોર્ટ કરાવ્યાના 72 કલાક પૂર્ણ થઈ ગયા હશે તો તમારો તે ટેસ્ટ માન્ય નહીં ગણાય.
સરકાર કોરોના સામે લડવા એકશન મોડમાં
ઉલ્લેખનીય છે કે દેશમા હાલ કોરોનાના કેસ તો ઓછા થઇ ગયા છે. પરંતું હજુ પણ લોકો ત્રીજી લહેરના ભયની વચ્ચે જીવી રહ્યા છે. જેથી સરકાર દ્વારા પણ કોરોનાને મ્હાત આપવા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હાલ બ્રિટેનમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેથી હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ તઈ ગઈ છે.