બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / modi government giving 4k rupees for covid treatment pib fact check know more

જરૂરી વાત / PIB Fact Check: મોદી સરકાર આ યોજના હેઠળ આપી રહી છે 4000 રૂપિયા? જાણો તપાસમાં શું થયો ખુલાસો

Arohi

Last Updated: 05:31 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર સુરક્ષા યોજના હેઠળ કોરોના વાયરસ માટે નિઃશુલ્ક સારવાર માટે દરેક યુવાઓને 4000 રૂપિયા મળે છે?

  • કેન્દ્ર સરકારની આ યોજનામાં મળી રહ્યા છે 4000? 
  • ફોરવર્ડ મેસેજમાં 4000 મળવાનો દાવો 
  • જાણો ફેક્ટ ચેકમાં શુ થયો ખુલાસો 

કેન્દ્ર સરકારની આ યોજનાઓ (Central Government Scheme)ને લઈને સોશિયલ મીડિયા પર અફવાહ ફેલાઈ રહી છે. હાલમાં જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર કોરોના પીડિત લોકોની સારવાર માટે 4000 રૂપિયાની આર્થિક મદદ આપી રહી છે. આ મેસેજ વોટ્સએપ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જેના બાદ તેની હકીકતની તપાસ માટે પીઆઈબીની તરફથી એક ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. 

તમને જણાવી દઈએ કે ભારત સરકારના ઓફિશયલ ટ્વિટર હેન્ડર પીઆઈબી ફેક્ટ ચેકે જ્યારે મેસેજની તપાસ કરી તો જાણકારી મળી કે આ સંપૂર્ણ રીતે ફેક છે. સરકારીની તરફથી આ પ્રકારની કોઈ સ્કીમ નથી ચાલી રહી. 

PIBએ કર્યું ટ્વીટ 
આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર પ્રધાનમંત્રી રામબાણ યોજના હેઠળ કોરોના વાયરસની નિઃશુલ્ક સારવાર માટે યુવાઓને 4000ની મદદ કરવામાં આવી રહી છે.  PIBFactCheckનો આ દાવો નકલી જણાવવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજનાઓ નથી ચલાવવામાં આવી રહી. 

PIBએ લોકોને આપી આવી સલાહ 
PIBFactCheckમાં એ દાવો ફેક નિકળ્યો છે.  PIBએ લોકોને સલાહ આપી છે કે આવી કોઈ પણ યોજના માટે આવેદન કર્યા પહેલા તપાસ કરો. કેન્દ્ર સરકારની તરફથી શરૂ કરવામાં આવતી કોઈ પણ યોજનાની જાણકારી પહેલા જ સંબંધિત મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવે છે. માટે દર યોજનાથી સંબંધિત મંત્રાલયની વેબસાઈટ, પીઆઈબી અને બીજા ભરોસાપાત્ર માધ્યમો દ્વારા તપાસ કર્યા બાદ જ અરજી કરો. સાથે જ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નકલી ખબરમાં ફસાવવાના કારણે તમને ફાયદાની જગ્યા પર આર્થિક નુકસાન થઈ શકે છે.  


 

સંકળાયેલા મુદ્દાઓ

covid treatment modi government pib fact check ફેક્ટ ચેક મોદી સરકાર Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ