બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / modi government gdp economy slowdown core sector banking invest

ઇકોનોમી / GDP દરમાં ઘટાડો, શું મોદી સરકારના આ 6 નિર્ણય બદલશે અર્થવ્યવસ્થાની તસવીર ?

Kavan

Last Updated: 04:07 PM, 30 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે દેશની જીડીપી વૃદ્ધિના આંકડા સત્તાવાર રીતે જાહેર થયા. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ સારી નથી. વર્તમાન નાણાકીય વર્ષ (2019-20) ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.5 ટકા પર પહોંચી ગયો છે.

આશરે 6 વર્ષમાં કોઈ પણ એક ક્વાર્ટરમાં આ સૌથી મોટો ઘટાડો છે. જો કે, સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યનને અપેક્ષા છે કે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વધશે. જ્યારે ઉદ્યોગ પણ આગામી ક્વાર્ટરમાં જીડીપી સુધરવાની અપેક્ષા રાખે છે.

6 નિર્ણયોના કારણે GDP માં થઇ શકે વધારો 

ખરેખર, મોદી સરકાર દ્વારા છેલ્લા 3 મહિનામાં અર્થતંત્રને વેગ આપવા માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ જ કારણે આવતા ક્વાર્ટરમાં જીડીપીના આંકડામાં સુધારો થવાની અપેક્ષા છે. ત્યારે આ મોટા 5 નિર્ણયો વિશે આપણે જાણવું જરૂરી છે. જેના દ્વારા આગામી દિવસોમાં અર્થવ્યવસ્થાને વેગ મળે તેવી અપેક્ષા છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

ગત સપ્ટેમ્બર મહિનામાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું એલાન કર્યું હતું, જેના હેઠળ સ્થાનિક કંપનીઓને પર કોઇપણ છૂટ વગર ઇન્કમ ટેક્સ 22 ટકા લાગશે. જેમાં સરચાર્જ અને સેસ જોડ્યા બાદ કંપનીએ 25.17 ટકા ટેક્સ ભરવાનો રહેશે. 

શહેરોમાં લોન મેળા 

ગત સપ્ટેમ્બર મહિનામાં નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે દેશના વિવિધ શહેરોમાં બેંક લોન મેળાનું આયોજન કરવામાં આવશે. જેના દ્વારા બેંકના કર્મચારી અલગ-અલગ વિસ્તારમાં કેમ્પ લગાવીને લોન આપશે. આ મેળામાં ગ્રાહકોને લોન સિવાયની અન્ય બેંકિંગ સુવિધાઓ પણ પણ મળશે. 

ટાસ્ક ફોર્સની રચના 

તાજેતરમાં સરકાર વતી ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી હતી. સમિતિને 5 વર્ષમાં 4 1.4 ટ્રિલિયન ડોલર અથવા લગભગ 100 લાખ કરોડનું રોકાણ વધારવા માટે એક રોડમેપ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સમિતિ 31 ડિસેમ્બર સુધીમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કરશે.

રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવાની તૈયારી 

સપ્ટેમ્બરમાં રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવા માટે સરકારે મોટા એલાન કર્યા. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સરકાર 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ તે અધૂરા પ્રોજેક્ટને આપવાની જાહેરાત કરી છે જેમાં 60 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.  

બેંકનું વિલિનીકરણ 

છેલ્લા મહિનામાં, કેન્દ્ર સરકારે ઘણી મોટી બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી હતી. જો કે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગશે, પરંતુ બેંકોને મર્જ કરવાના નિર્ણયથી દેશના અર્થતંત્રને ફાયદો થવાની સંભાવના છે. મોટી બેંકો હોવું એ ફક્ત અર્થતંત્ર માટે ફાયદાકારક નથી, પરંતુ તેનાથી તેમના વ્યવસાયિક ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

ડિસઇન્વેસ્ટ કરવાનો નિર્ણય

કેન્દ્ર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા અર્થવ્યવસ્થાને વેગ આપવા પ્રયાસ કરી રહી છે. સામાન્ય બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 1.05 લાખ કરોડ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ અંતર્ગત સરકારે તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) એ 5 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવાના મંજૂરી આપી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

GDP PM Narendra Modi economy slowdown invest ગુજરાતી ન્યૂઝ જીડીપી Economic crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ