બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / modi-government-considering-cutting-taxes-on-petrol-and-diesel

રાહત / પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે નાણા મંત્રાલયે લીધો નિર્ણય, ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તું

Nirav

Last Updated: 12:18 AM, 2 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે.

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે
  • નાણાં મંત્રાલય એક્સાઈઝ ડયુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે 
  • છેલ્લા અમુક મહિનાઓથી પેટ્રોલ - ડીઝલના ભાવ વધ્યા છે

સામાન્ય લોકોને ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની વધતી મોંઘવારીથી રાહત મળશે. હવે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે. 

છેલ્લા અમુક મહિનાઓમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે 

છેલ્લા 10 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં બમણો વધારો થવાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. મહત્વનું છે કે અગાઉ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે માર્ચ અથવા એપ્રિલના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. ભારત ક્રૂડ ઓઇલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનુક્રમે વેટ એક્સાઈઝ ડયુટી વસૂલે છે જેના લીધે  પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાનું સૌથી મોટું કારણ આ ટેક્સનું ભારણ છે

કેન્દ્ર સરકારે 12 મહિનામાં બે વાર ટેક્સમાં વધારો કર્યો છે

કોરોના વાયરસ રોગચાળાને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગયા વર્ષે ગ્રાહકોને ઓઇલના નીચા ભાવોનો લાભ આપવાને બદલે આવક વધારવા માટે છેલ્લા 12 મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પર બે વખત ટેક્સ વધાર્યા હતા.

નાણાં મંત્રાલયે આ પગલાં લીધાં છે

લાઈવ મિંટના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતના નાણાં મંત્રાલયે હવે કેટલાક રાજ્યો, તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે આવક ઘટાડ્યા વિના ગ્રાહકો પરના ટેક્સનો ભાર ઘટાડવાનો સૌથી અસરકારક માર્ગ શોધવા માટે સલાહ શરૂ કરી છે. સૂત્રોએ કહ્યુ હતું કે, નાણાં મંત્રાલય આ ઉપાયો પર ચર્ચા કરી રહ્યું છે કે જેનાથી ભાવો ને સ્થિર રાખી શકાય, માર્ચના મધ્યભાગ સુધીમાં આ મુદ્દે કશુંક વિચાર કરી શકાય છે.

હજુ ક્રૂડના ભાવ વધી શકે છે 

તેમણે કહ્યું હતું કે, સરકાર ટેક્સ ઘટાડા પહેલા તેલના ભાવ સ્થિર થાય તેવું ઇચ્છે છે, કેમ કે તે ફરીથી કરના માળખામાં ફેરફાર કરવાની ફરજ નહીં પાડે. ક્રૂડ ઓઇલના ભાવમાં હજી વધુ વધારો થશે. મહત્વનું છે કે દેશના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST હેઠળ લાવવાનો સંકેત આપ્યો છે. તે જ સમયે, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે પણ તેને સમર્થન આપ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Finance Ministry modi government petrol diesel price hike કોરોના વાયરસ પેટ્રોલ-ડીઝલ Relief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ