બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Budget 2024 / મોદી સરકારનું બજેટ લોકોનું કેવું 'મંગળ' કરશે? જ્યોતિષીએ જણાવ્યા ધાર્મિક રીતે જોડાયેલા એક એક આર્થિક પોઈન્ટ

Budget 2024 / મોદી સરકારનું બજેટ લોકોનું કેવું 'મંગળ' કરશે? જ્યોતિષીએ જણાવ્યા ધાર્મિક રીતે જોડાયેલા એક એક આર્થિક પોઈન્ટ

Last Updated: 03:19 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી મોદી સરકાર પ્રથમ બજેટ આવતી કાલે રજૂ કરશે અને આવતીકાલે હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર પણ છે.

આ વર્ષે હિંદુ પંચાગ અનુસાર શ્રાવણનો પવિત્ર મહિનો આજથી શરૂ થઈ ગયો છે અને 22થી શરૂ થયેલ શ્રાવણ 19 ઓગસ્ટ સુધી રહેશે. જો કે ગુજરાતી મહિનાઓ પ્રમાણે આપણે શ્રાવણ 5 ઓગસ્ટથી શરૂ થશે. આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ પણ રજૂ કરશે.

nirmala-budget-new

એટલે એક રીતે જોવા જઈએ તો નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી મોદી સરકાર પ્રથમ બજેટ આવતી કાલે રજૂ કરશે અને આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર પણ છે. એવામાં જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ બજેટ સામાન્ય માણસ માટે સારું થશે કે નહીં? કયા કયા ક્ષેત્રોને કેટલો ફાયદો થશે? ચાલો એ વિશે જાણીએ.

PROMOTIONAL 12

હવે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે કોઈ પણ ક્યારેય ઉધાર પૈસા ન લેવા જોઈએ કારણ કે તે હંમેશા નુકસાનકારક સાબિત થાય છે, આ સાથે જ જો આપણા પર કોઈ દેવું હોય તો તેને મંગળવારે ચૂકવવું જોઈએ. સાથે જ હિંદુ પંચાગ અનુસાર શ્રાવણના પહેલો મંગળવાર છે અને આ દિવસે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બજેટનો ઉપયોગ લોકો અને દેશની પ્રગતિ માટે થશે.

Budget 2024

આ સાથે જ જ્યોતિષ અનુસાર જો આ દિવસે રજૂ કરવામાં આવેલા બજેટમાંથી ભારતનું દેવું ચૂકવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે ઝડપથી ચૂકવી શકાય છે અને દેવું ચૂકવવાના સરળ રસ્તાઓ શોધી શકાય છે. સાથે જ વિદેશમાં આયાત અને નિકાસ પણ ફાયદાકારક રહેશે.

વધુ વાંચો: બજેટના દિવસે આ 4 જાતકો ભૂલથી પણ ન કરતાં શેર બજારમાં રોકાણ, મોટી નુકસાનીના સંકેત

મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ પણ કહેવામાં આવે છે, તેને સેના અને પોલીસ સાથે સંબંધિત ગ્રહ માનવામાં આવે છે. મંગળની સ્થિતિ અનુસાર જો તમે શસ્ત્ર ખરીદવા કે ઉપયોગ કરવા માંગો છો તો તેના માટે મંગળવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બજેટમાં સેના માટે ફંડના ઉપયોગથી ફાયદો થશે અને ભારતીય સેના અને સુરક્ષાને વધારવામાં મદદ મળશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Budget 2024 Budget 2024 News Budget 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ