બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Modi government blocks 35 youtube channels operayting from pakistan

ઈ-આતંક પર વાર / YouTubeમાં દેશ વિરોધી કન્ટેન્ટ વિરૂદ્ધ મોદી સરકારની મોટી કાર્યવાહી, તમામ ચેનલનું કનેક્શન પાકિસ્તાન સાથે

Hiren

Last Updated: 11:34 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા 35 યૂટ્યૂબ ચેનલ અને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવાના આદેશ આપ્યા છે.

  • કેન્દ્ર સરકારે 35 યુટ્યૂબ ચેનલ પર કેન્દ્રની કાર્યવાહી
  • અમૂક સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવા આદેશ
  • તમામ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાંથી ઓપરેટ થતાં હતા

સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 20 જાન્યુઆરીએ મળેલા ઈનપુટ આધારે 35 યુટ્યૂબ ચેનલ, 2 ટ્વીટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને 1 ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ ચેનલ અને એકાઉન્ટ ભારત વિરોધી કન્ટેન્ટ દર્શાવતાં હતા. 

વિક્રમ સહાયે જણાવ્યું કે, બ્લૉક કરવામાં આવેલા આ તમામ એકાઉન્ટ્સમાં એક કોમન ફેક્ટર હતું કે આ તમામ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા અને દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવવાનું કામ કરી રહ્યા હતા.

મંત્રાલય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે, બ્લોક કરવામાં આવેલા યુટ્યૂબ ચેનલના 1.20 કરોડ સબ્સક્રાઈબર અને 130 કરોડ વ્યૂઝ છે. તેવામાં હવે જ્યારે તેમને બ્લોક કરવાની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે તો આગળ પણ હજુ કેટલીક ચેનલ બ્લોક કરવામાં આવશે. અમારી ગુપ્ત એજન્સીઓ કામ પર લાગી છે. અમને તમારા સપોર્ટની પણ જરૂર પડશે.

અપૂર્વ ચંદાએ વધુમાં કહ્યું કે, છેલ્લી વખત પણ જે 20 યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરવામાં આવી હતી તે પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. હજુ પણ જે 35 યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરવામાં આવી છે, તે પણ પાકિસ્તાનથી ઓપરેટ કરવી રહ્યા હતા. એન્ટેલિજેન્સ એજન્સી તેમના ફંડિંગ અંગે પણ માહિતી એકઠી કરશે.

અનુરાગ ઠાકુરે આપી ચેતવણી

આ પહેલા સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ચેતવણી આપી હતી કે સરકાર દેશ વિરૂદ્ધ ષડયંત્ર રચનારાઓ વિરૂદ્ધ આ પ્રકારની કાર્યવાહી શરૂ રાખશે. મેં તેમના વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. મને ખુશી છે કે દુનિયાભરના કેટલાક મોટા દેશે આની નોંધ લીધી. યૂટ્યૂબ પણ આગળ આવ્યું અને તેમણે બ્લોક કરવા માટે કાર્યવાહી કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ