બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રેસિડન્ટની ચૂંટણી જીતતાં જ ટ્રમ્પને PM મોદીએ કર્યો ફોન, જાણો શું વાત કરી?

મિત્રને ફોન ઘુમાવ્યો.. / પ્રેસિડન્ટની ચૂંટણી જીતતાં જ ટ્રમ્પને PM મોદીએ કર્યો ફોન, જાણો શું વાત કરી?

Last Updated: 11:01 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ X પર લખ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારી વાતચીત થઈ. હું તેને તેની શાનદાર જીત બદલ અભિનંદન આપું છું. હું ટેક્નોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવા આતુર છું.

પીએમ મોદીએ X પર લખ્યું, મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ હાર્દિક અભિનંદન. જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ વહન કરી રહ્યા છો. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહકારને નવીકરણ કરવા આતુર છું. ચાલો આપણે આપણા લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.

વધુ વાંચો : 'ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્ર...', જીતની ખુશી સાથે PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા

6 ભારતીય અમેરિકનોએ સેનેટની ચૂંટણી જીતી

અમેરિકન ચૂંટણીમાં ભારતીયો પણ ઈતિહાસ રચી રહ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીમાં છ ભારતીય અમેરિકનોએ જીત મેળવી છે વર્તમાન કોંગ્રેસમાં તેમની સંખ્યા વધી છે. તમામ પાંચ વર્તમાન ભારતીય અમેરિકન સભ્યો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ફરી ચૂંટાયા છે. ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા સમુદાયમાંથી પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે. સુબ્રમણ્યમે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા છે. તેઓ હાલમાં વર્જિનિયા રાજ્યના સેનેટર છે. થાનેદાર મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી સતત બીજી વખત ફરીથી ચૂંટાયા હતા. તેણે 2023માં પ્રથમ વખત જીત મેળવી હતી. રાજા કૃષ્ણમૂર્તિએ સતત પાંચમી વખત ઈલિનોઈસની કોંગ્રેસની સાતમી બેઠક જીતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMModi DonaldTrump PMModicallsTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ